• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 6 Trains Coming And Going From Patan Railway Station Canceled Till 26th, Decision Was Taken Due To Doubling Of Railway Line.

મુસાફરોને મુશ્કેલી:પાટણ રેલવે સ્ટેશનથી આવતી અને ઉપડતી 6 ટ્રેનો 26 મી સુધી રદ, રેલવે લાઇનનું ડબલીંગનું કામ ચાલતું હોવાથી કરાયો નિર્ણય

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણની આવતી-જતી બંને ડેમુ ટ્રેનો તેમજ બપોર 4/40ની પાટણ-મહેસાણા લોકલ ટ્રેન પણ રદ કરાઇ

પાટણનાં રેલવે સ્ટેશનથી આવતી અને ઉપડતી ટ્રેનો પૈકી 6 જેટલી ટ્રેનોને આગામી તા. 22 થી 26 સુધી રદ કરવામાં આવી છે. ડાંગરવા પાસે રેલવે લાઇનનું ડબલીંગનું કામ ચાલતું હોવાથી આ ટ્રેનો રદ કરવામાં આવી છે.

પાટણનાં રેલવે સ્ટેશનથી આવતી અને ઉપડતી ટ્રેનો પૈકી 6 જેટલી ટ્રેનોને 26મી સુધી રદ કરવામાં આવી છે. જેમાં ડેમુ સહિત 1 લોકલ ટ્રેન અને લાંબારૂટની ટ્રેનો બંધ કરી દેવાતાં મુસાફરોને મુશ્કેલીઓ પડી રહી છે. મહેસાણા-અમદાવાદ રેલવે સેક્સન ઉપર જગુદણ ડાંગરવા અને આંબલીયાસણ રેલવે લાઇન ઉપર ડબલીંગનું કામ ચાલી રહ્યું હોવાથી કેટલીક ટ્રેનોની આવાનારી કેટલાક સમય માટે સ્થગિત કરાઇ હતી. જેની તારીખો લંબાવવામાં આવી છે. એમાં પાટણ સ્ટેશનથી આવતી જતી ટ્રેનને ઉપડતી 6 ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. જેમાં પાટણની આવતી-જતી બંને ડેમુ ટ્રેનો તથા બપોર 4/40ની પાટણ-મહેસાણા લોકલ ટ્રેન પણ રદ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...