તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એવોર્ડ:રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા 6 શિક્ષકોને નેશન બિલ્ડર એવોર્ડથી નવાજવામાં આવ્યા

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોને તેઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં નવાજવામાં આવ્યા

પાટણ જિલ્લાની જુદી જુદી પ્રાથમિક શાળાના 6 શ્રેષ્ઠ શિક્ષકોને તેઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને રોટરી કલબ ઓફ પાટણ દ્વારા નવાજવામાં આવ્યા હતા. સરસ્વતી TPO મહેન્દ્રભાઈ મકવાણા તથા અતિથી વિશેષ ડૉ. અલકાબેન બી. પટેલની ખાસ ઉપસ્થિતીમાં રોટરી કલબ દ્વારા રોટરી ઇન્ડિયા લિટરસી મિશન અંતર્ગત આપવામાં આવતા "નેશન બિલ્ડર એવોર્ડ"થી પાટણ જિલ્લાની જુદી જુદી પ્રાથમિક શાળાના વિશિષ્ટ શિક્ષકોના મૂલ્યોના માપદંડના આધારે 6 શિક્ષકો આપવામાં આવતા નેશન બિલ્ડર એવોર્ડથી સન્માનિત કરવાના આ કાર્યક્રમમાં રોટરી પ્રમુખ રાજેશભાઈ મોદી, મંત્રી શૈલેષભાઈ સોની, AG હરેશભાઇ પટેલ, ક્લબ ટ્રેનર રો. બાબુભાઈ પ્રજાપતિ ,ક્લબ બુલેટિન એડિટર રો. અશ્વિનભાઈ જોશી, સહીત મોટી સંખ્યામાં રોટરી મિત્રો તદ્ઉપરાંત વિવિધ શાળાઓના આચાર્યો, સન્માનીત શિક્ષકોના પરિવારના સભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા.

"નેશનલ બિલ્ડર એવોર્ડ" માટે પસંદગી પામેલ પ્રાથમિક શાળાઓમાં ઠક્કરબાપા પ્રાઈમરી સ્કૂલ પાટણ, કોટાવડ પ્રાઇમરી સ્કૂલ, લક્ષ્મીપુરા-વદાણી, વારેડા પ્રાઇમરી સ્કૂલ, બેપાદર પ્રાઇમરી સ્કૂલ, હરીપુરા (રામનગર) પ્રાઇમરી સ્કૂલ, માં શિક્ષક ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રોટરી પ્રમુખ રાજેશભાઈ મોદી દ્વારા સૌનું અભિવાદન કરેલ જ્યારે આભારવિધિ મંત્રી શૈલેષભાઈ સોનીએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.ચેર.રો.ઝુઝારસંગ સોઢા એ કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...