રેઇન વોટર હાર્વેસ્ટિંગ:પાટણમાં વરસાદી પાણી સંગ્રહ કરવા રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં 6 ટાંકી તૈયાર કરાઈ

પાટણ13 દિવસ પહેલાલેખક: મૌલિક દવે
  • કૉપી લિંક
રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં વરસાદી પાણી  સંગ્રહ કર્યો - Divya Bhaskar
રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં વરસાદી પાણી સંગ્રહ કર્યો
  • 1 લાખ લિટર પાણીની ક્ષમતાવાળી ટાંકીઓમાં અત્યાર સુધી 4 લાખ 80 લીટર પાણીનો સંગ્રહ થયો

પાટણ જિલ્લામાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વરસાદી પાણી સંગ્રહનો સૌથી મોટો પ્રોજેક્ટ રેઈન વોટર હાર્વેસ્ટિંગ તૈયાર કર્યો છે. જેમાં 6 લાખ લીટર ક્ષમતા પાણીનો સંગ્રહ કરી તે પાણીનું સમગ્ર બાગ બગીચામાં વર્ષ દરમિયાન સિંચાઇ કરી શકાય તેવા ઉમદા આશયથી કર્યો છે ત્યારે તાજેતરમાં 14 ઇંચ વરસાદમાં 4 લાખ 80 હજાર લિટર પાણીનો સંગ્રહ થયો છે.

6 ટાંકીમાં થઈ કુલ 4 લાખ 80 હજાર લિટર પાણીનો સંગ્રહ થયો
ઉત્તર ગુજરાત સૌપ્રથમવાર રેઇન વોટર હાર્વેસ્ટિંગની શરૂઆતનું કેન્દ્ર એટલે પાટણ જિલ્લામાં આવેલ રિજિયોનલ સાયન્સ સેન્ટર કર્યું છે. તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની કુલ 6 ટાંકી બનાવાઈ છે. દરેક ટાંકીમાં 1 લાખ લિટર પાણી સંગ્રહ થઈ શકે છે. બિલ્ડિંગની બહારના ભાગમાં કુલ નાની ચેમ્બર 157 બનાવી છે જે મોટી ટાંકીમાં પાણી પહોંચાડે છે. બિલ્ડિંગની છત પરથી નીચે પાણી લાવતી ટાંકીઓ 157 ચેમ્બરમાં 160mmની પાઈપોમાં થઈને ટાંકીમાં પાણી ઉતરતાં દરેક ટાંકીમાં 80000 લિટર પાણી સંગ્રહ થયું છે તેવી 6 ટાંકીમાં થઈ કુલ 4 લાખ 80 હજાર લિટર પાણીનો સંગ્રહ થયો છે.

રેઇન વોટર હાર્વેસ્ટિંગના ફાયદા
વરસાદી પાણીનો સંગ્રહ જમીનની ગુણવત્તા જાળવવામાં મદદ કરે છે. જ્યાં ઓછું પાણી હોય તેવા વિસ્તારમાં આ પદ્ધતિ ધ્વારા પાણી પૂરું પાડી શકાય છે અને ખેતી કરી શકાય છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા કુદરતી જળાશયના પાણીના સ્તર ઊંચા લાવી શકાય છે. જમીન વધુ ફળદ્રુપ બને છે. જે મોટા જળાશય છે જેવા કે, તળાવ, મોટા ઊંડા કૂવાઓ વગેરેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે તો શિયાળમાં અને ઉનાળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગથી બચેલા પાણીનો ઉપયોગ ખેતી માટે કરી શકાય છે. રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા થતી ખેતી, ખેડૂતોને પાણીની વ્યવસ્થા કઈ રીતે કરવી, વરસાદી પાણી જે વહી જાય છે, તે પાણીને કઈ રીતે રિસાયકલિંગ કરવું તે સમજાવે છે.

વધારાનું પાણી બહારના વિસ્તારમાંથી સીધું તળાવમાં જતું રહે
સાયન્સ મ્યુઝિયમના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે પાણીની ટાંકી ભરાઈ જાય ત્યારે ટાંકીનું પાણી બગીચામાં જાય છે અને છતાં પણ પાણી વધે તો મેઇન ગેટ અને પાર્કિંગ વિભાગમાં જાય છે. જે પાણી બહાર આવે છે તેની ગોઠવણી એવી રીતે કરી છે કે વધારાનું પાણી બહારના વિસ્તારમાંથી સીધું તળાવમાં જતું રહે અને તેનો તળાવમાં સંગ્રહ થાય છે. જેને આજુબાજુના ગામના લોકો વાપરે છે.

અન્ય સમાચારો પણ છે...