કાર્યવાહી:ખારાધરવાના યુવાન પર 6 શખ્સોનો અદાવતમાં હુમલો

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચાણસ્મા પોલીસ મથકે 6 શખ્સો સામે ફરિયાદ

ચાણસ્મા તાલુકાના ખારા ધરવા ગામના યુવાન સાથે થયેલી બોલાચાલીની અદાવત રાખીને 6 શખ્સોએ હિચકારો હુમલો કરીને ઇજા પહોચાડી હતી. ઇજાગ્રસ્તે ચાણસ્મા પોલીસ મથકે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

ચાણસ્માતાલુકાના ખારાધરવા ગામે રહેતા પરેશકુમાર રામાભાઇ પટેલ તેમની મોટી બા સાથે શનિવારે રાત્રે બોલાચાલી થઇ હતી. તેની અદાવત રાખીને શનિવારે રાત્રે 6 શખ્સો ઉશ્કેરાઇ લાકડી ધોકા લોખંડની પાઇપ જેવા હથિયાર સાથે આવીને હિચકારો હુમલો કરી પરેશભાઇ તેમજ તેમના પરિવાર સભ્યોને ગડદાપાટુનો માર મારીને ઇજા પહોચાડી હતી.

ચાણસ્મા પોલીસ મથકે પટેલ પ્રવિણભાઇ મગનભાઇ, પટેલ સુનીલભાઇ શિવરામભાઇ, પટેલ શિવરામભાઇ મગનભાઇ, પટેલ દશરથભાઇ મગનભાઇ રહે. કમલીવાડા, પટેલ ગીતાબેન રહે.બ્રાહ્માણવાડા, પટેલ ગીતાબેનના પતિ રહે.બ્રાહ્માણવાડા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...