તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિયાનની તૈયારી:પાટણની આઈટીઆઈમાં ટૂંકી મુદતના 6 નવા કોર્સ શરૂ થશે

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ ફ્રન્ટલાઈન વર્કર તૈયાર કરવા અભિયાનની તૈયારી
  • 1500થી વધુ કોરોના ફ્રન્ટલાઈન વર્કર તૈયાર કરવા તૈયારીઓ શરૂ કરાઈ

પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના પીએમકેવીવાય અંતર્ગત હેલ્થ કેર સેક્ટરના 6 નવા ટૂંકી મુદતના કોર્સ શરૂ કરવામાં આવનાર છે. આ કોર્સિસમાં તાલીમ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ સરકારી આઈટીઆઈ પાટણ (રાજપુર)નો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

આ ઉપરાંત સંસ્થાની ઓફિશીયલ વેબસાઈટ itipatan.gujarat.gov.in પર આપેલા ગુગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ભારત સરકાર દ્વારા ટ્રેનિંગ પ્રોવાઇડર અંગેની સુવિધા કરાનાર છે અને હાલમાં પ્રાથમિક તૈયારીઓ અહીં ચાલી રહી છે આ કોર્સમાં અલગ-અલગ દિવસોની તાલીમ અપાનાર છે. તાલીમાર્થીઓને કેવા બેનિફિટ્ થશે તે સરકાર દ્વારા હવે જાહેર કરાશે. તાલીમની કામગીરી આઈટીઆઈ મારફતે સર્વિસ પ્રોવાઇડર દ્વારા કરાનાર છે અંદાજે 1500 જેટલી ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને લઇ પ્રારંભિક આયોજન કરાઈ રહ્યું છે.

આ અભ્યાસક્રમ શરૂ થશે

  • સ્પેશ્યલ કોવિડ ફ્રન્ટલાઈન વકર્સ માટે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ,
  • જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ-એડવાન્સ (ક્રિટીકલ કેર),
  • ફ્લેબોટોમિસ્ટ,
  • ઈમરજન્સી મેડીકલ ટેક્નિશિયન-બેઝિક,
  • મેડીકલ ઈક્વિપમેન્ટ ટેક્નોલોજી આસિસ્ટન્ટ
  • હોમ હેલ્થ એઈડ
અન્ય સમાચારો પણ છે...