પાટણ જિલ્લામાં લમ્પી વાયરસથી દાત્રાણા ગામમાં બે, પીપરાળા ગામે બે અને સાંતલપુર ખાતે બે મળી કુલ છ ગૌવંશના મોત થતા મૃત્યુ આંક 10 થયો છે. વધુ 29 ગૌવંશ સંક્રમિત થતા કુલ 179 ગાયો ચેપગ્રસ્ત છે.
જિલ્લાના લમ્પી વાયરસનો ચેપ પ્રસરતાં અસરગ્રસ્ત જિલ્લામાંથી પશુની હેરાફેરી ન થાય તે માટે જિલ્લાની સરહદો પર પોલીસ તંત્ર દ્વારા કુલ 8 ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. દરેક ચેકપોસ્ટો પર પોલીસના ત્રણ માણસો દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેવું જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બુધવારે 3371 મળી કુલ 26305 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
11 ગામોમાં 29 કેસ મળ્યા
બુધવારે સાંતલપુરના પીપરાળામાંથી 4, સમીના મોટા જોરાવરપુરામાં 2, સજુપુરમાં 1 વેડમાં 2, બાદરગંજમાં 1, ગાજદીનપુરામાં 3, ગોચનાદમાં 1 રાધનપુરના અલ્હાબાદમાં 3 જોરાવરગંજમાં 1, સરસ્વતીના લોધીમાં 3, હારિજના કાતરામાંથી એક કેસ મળ્યો હતો.
સાંતલપુરમાં બે પશુ ડોક્ટરની જગ્યા ખાલી
સાંતલપુર તાલુકામાં લંમ્પી વાયરસે ભરડો લેતા ગામે ગામ પશુઓ બીમાર પડી રહ્યા છે.ત્યારે સાતલપુર તાલુકામાં પશુ ડોક્ટરની ચાર જગ્યાઓ સામે માત્ર બે જ જગ્યા પર આવેલી છે અને બે જગ્યા ખાલી છે જ્યારે કોરડા ગામે પશુ નિરીક્ષક ની જગ્યા પણ ખાલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.