તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હીમાં ખેડૂત બિલના વિરોધમાં ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલ આંદોલનના સમર્થનમાં પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કલેકટર કચેરી બહાર ધરણા કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી બિલ રદ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દરમ્યાન કોંગ્રેસના યુવા કાર્યકરો દ્વારા સિદ્ધપુર ચોકડી પર ચક્કાજામ કરતા પોલીસે અટકાયત કરી 6 કાર્યકરો સામે ગુનો નોંધ્યો હતો
શહેરમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર ન બને અને લોકોની ભીડ એકત્ર ન થાય માટે યુનિવર્સીટી રોડ સહીત શહેર ચૌતરફ નાકાબંધી કરી પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતાં શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. જ્યાં ધરણામાં આવતા કોંગ્રેસના કાર્યકરો અને કેટલાક ખેડૂતોને અટકાવવામાં આવ્યા હતા.
પાટણમાં યોજાયેલા ખેડૂત બિલ વિરોધના કાયક્રમમાં વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, પાટણ જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર સહીત જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો સહીત ખેડૂતો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે ધરણા કરી ભાજપ વિરોધી સૂત્રો પોકારી કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિઓની છે : પરેશ ધાનાણી
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ભાજપના મળતિયા ઉધોગપતિઓને માલામાલ કરવા અને એમની મોનોપોલી ઉભી થાય તેની વ્યવસ્થા કાયદાથી ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે. તાત્કાલિક આ ત્રણેય કાયદાઓ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવે તેવી માંગણી સરકાર સમક્ષ ક્લેકટર મારફતે મુકવામાં આવી છે.
ચક્કાજામ કરતા 6 કોંગ્રેસીઓની અટકાયત
સિદ્ધપુર ચોકડી પર રસ્તા પર બેસી જઈ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરાતાં ટ્રાફિક જામ થતા પોલીસ દોડી આવી હતી. અને પોલીસ દ્વારા સ્થળ પરથી તાલુકા ઉપપ્રમુખ કિરણ પટેલ, પાસ કન્વીનર હાર્દિક પટેલ, હિરેન પટેલ, દીક્ષિત પટેલ, સોહન પટેલ અને અમિત પ્રજાપતિ મળી 6 કાર્યકરોની અટકાયત કરી બી ડિવિઝન મથક લઇ જવાયા હતા. પોલીસ દ્વારા 188 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.