ધર્મ:શંખેશ્વર 108 તીર્થમાં તપાગચ્છાધિપતિ આચાર્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની 5મી પુણ્યતિથિ યોજાઈ

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રી ચક્રેસરી માતાજીનું પૂજન અને હવન નું આયોજન કરવામાં આવ્યુ હતું

શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના ઉપક્રમે તપાગચ્છાધીપતી પ.પૂ.આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાની 5મી પુણ્યતિથિ યોજાઈ હતી જેમાં પ.પૂ.જ્યોતિષાચાર્ય ડો આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા,મુનિરાજ હેમદર્શન વિ મ.સા, મુનિરાજ નયશેખર વિ મ.સા,મુનિરાજ શૌર્યશેખર મ.સા તથા પૂ.પ્ર.સા પૂર્ણકલાશ્રીજી મ.સા.આદિ થાણાની પાવનકારી નિશ્રામાં આદિનાથ પરમાત્માની અધિષ્ઠાયિકા શ્રી ચક્રેસરી માતાજીનું પૂજન અને હવન નું આયોજન કરાયુ હતું.આ પ્રસંગેવિધિવિધાન પંડિતજી મુકેશભાઈ બારીયા એ કરેલ.સાંજે ગુરૂદેવના ગુરૂ મંદિરમાં ગુરૂદેવની પ્રતિમાપર આંગી રચાઈ હતી.

આ પુણ્ય તિથિ નિમિત્તે પૂજન હવનનો લાભ ભારતીબેન કિરીટભાઈ વ્યાસ,પ્રિયંકા પલકભાઈ,ધીર-કેવલી અમદાવાદ વાળા પરિવારે લાભ લીધેલ.આ પ્રસંગે ગુરૂ ભક્તો ઉપસ્થિત રહેલ હતા. આચાર્ય પ્રેમસૂરીશ્વરજી મ.સા મૂળ રાજસ્થાનના હતા. દુનારા નિવાસી લુંકડ ગોત્રીય સંપ્રતિ મહારાજાના વંશજ એવા પૂજ્યના પિતા પ્રતાપચંદજી અને માતા રતનબેન વર્ષો પહેલા મહેસાણામાં ગામમાં વસવાટ કરેલ.

પૂજ્યનો જન્મ અજમેર બ્યાવર ની પાસે વિજયનગર માં ફાગણ સુદ પૂનમના દિવસે થયો હતો. કાંકરેજ દેશોધારક પ.પૂ.આ ભક્તિસૂરીશ્વરજી મહારાજા પાસે દીક્ષા લઈ તેઓના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરેલ.આચાર્ય પ્રેમસૂરી મહારાજાની પ્રેરણા થકી વિવિધ જૈન સંઘોમાં અને સમેતશિખર, શંખેશ્વર,પાલીતાણા આદિ તીથોમાં શાશન,માનવતાના કાર્યો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...