ખર્ચ પર સીધી નજર:ચારેય બેઠકના 12 ઉમેદવારોએ સપ્તાહમાં ‌57.87 લાખ ખર્ચ્યા

પાટણ14 દિવસ પહેલાલેખક: હિરેન વ્યાસ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણ જિલ્લામાં ચૂંટણી તંત્રની ટીમોની ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓ દ્વારા કરાતા ખર્ચ પર સીધી નજર
  • ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પાછળ કુલ રૂ.29.38 લાખ ખર્ચ કર્યો, તંત્રની એકાઉન્ટ ટીમો દ્વારા મેળવણું કરાશે

વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોને રૂ.40 લાખ સુધી ખર્ચ કરવા માટેની ચૂંટણી પંચે મર્યાદા નક્કી કરેલી છે. તેનાથી વધુ ખર્ચ ઉમેદવારો કરી શકતા નથી. ત્યારે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર ચૂંટણી તંત્રની ટીમોની ચાંપતી નજર છે.

ચૂંટણી પ્રચારમાં ઉમેદવારોના ખર્ચ પર ચૂંટણી તંત્રની ટીમોની ચાંપતી નજર

એક જ અઠવાડિયામાં પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર અને રાધનપુર વિધાનસભા બેઠકના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 12 ઉમેદવારોએ રૂ.57.87 લાખ ખર્ચ કર્યો હોવાનું તંત્રના ધ્યાનમાં આવ્યું છે. જેમાં સૌથી વધુ રાધનપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈએ રૂ.9.86 લાખ ખર્ચ કર્યો છે તો સૌથી ઓછો આપના ઉમેદવાર લાલજી ઠાકોરે રૂ 73000 ખર્ચ કર્યો છે.

ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા
પાટણ જિલ્લાની ચારે વિધાનસભા બેઠક પર જીત મેળવવા માટે ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ગામે ગામ ઉમેદવારોનો પ્રવાસ મીટીંગો સભાઓ શરૂ થઈ ગઈ છે. સ્ટાર પ્રચારકોની જાહેર સભાઓ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે મતદારોને રીઝવવા માટે ચા,પાણી, નાસ્તા ભોજનની જાયાફતો પણ શરૂ થશે ત્યારે ચૂંટણી તંત્રની ટીમો દ્વારા ઉમેદવાર અને પક્ષ દ્વારા થતા તમામ ખર્ચાઓ પર વિડીયોગ્રાફી સાથે ઝીણવટ પૂર્વકની નજર રાખવામાં આવી રહી છે.

ખર્ચના હિસાબો તંત્રની ટીમોએ ચૂંટણી તંત્રને રજૂ કર્યા
જેમાં પ્રચારમાં ધજા, પતાકા, ટોપી, ખેસ, સાઉન્ડ સિસ્ટમ ભાડાનું વાહન, સભાના સ્ટેજ, ડીજે, જનરેટર વાહનોના ડીઝલ-પેટ્રોલ, હોડિંગ, ભોજન, પેમ્પલેટ, લાઈટ, ખુરશીઓ, ચા નાસ્તા સહિતના ઉમેદવારોએ અને પક્ષોએ કરેલા ચૂંટણી માટે કરેલા ખર્ચના હિસાબો તંત્રની ટીમોએ ચૂંટણી તંત્રને રજૂ કર્યા છે.

તંત્રની એકાઉન્ટ ટીમો દ્વારા મેળવણું કરવામાં આવશે
હવે ઉમેદવારો તેમના દ્વારા થયેલા ખર્ચનો હિસાબ તંત્રમાં રજૂ કરશે. જેમાં ચૂંટણી તંત્રની ટીમોએ રજૂ કરેલા ખર્ચના હિસાબ પ્રમાણે ઉમેદવારોએ ખર્ચનો હિસાબ આપ્યું છે કે કેમ તેનું તંત્રની એકાઉન્ટ ટીમો દ્વારા મેળવણું કરવામાં આવશે. અને તે પ્રમાણે ખર્ચનો હિસાબ બતાવવામાં નહીં આવ્યો હોય તો તંત્ર નોટિસ પણ આપી શકે છે. જોકે પક્ષ દ્વારા કરવામાં આવતા ખર્ચ પર પણ તંત્રની નજર છે ચારેય વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કુલ રૂ.29.38 લાખ ખર્ચ કર્યો છે.તેવુ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

સૌથી વધુ રૂ.9.86 લાખ ખર્ચ રઘુ દેસાઈએ કર્યો

પાટણ વિધાનસભા

ઉમેદવાર

પક્ષખર્ચ

કિરીટભાઈ પટેલ

કોંગ્રેસરૂ.6.46 લાખ

રાજુલબેન દેસાઈ

ભાજપરૂ.8.82 લાખ

લાલેશ ઠક્કર

આપરૂ.2.60 લાખ

ચાણસ્મા વિધાનસભા

દિનેશભાઈ ઠાકોર

કોંગ્રેસરૂ.4.86 લાખ

દિલીપભાઈ ઠાકોર

ભાજપરૂ.6.24 લાખ

વિષ્ણુભાઈ પટેલ

આપરૂ.3 લાખ

રાધનપુરવિધાનસભા

ઉમેદવાર

પક્ષખર્ચ

રઘુભાઈ દેસાઈ

કોંગ્રેસરૂ.9.86 લાખ

લવિંગજી સોલંકી

ભાજપરૂ.8.91 લાખ

લાલજી ઠાકોર

આપરૂ.73 હજાર

સિદ્ધપુર વિધાનસભા

ચંદનજી ઠાકોર

કોંગ્રેસરૂ.1.98 લાખ

બળવંતસિંહ રાજપુત

ભાજપરૂ.3.47 લાખ

મહેન્દ્રસિંહ રાજપુત

આપરૂ.94 હજાર

ચારેય બેઠક પર પક્ષ દ્વારા કરાયેલા ખર્ચ

રાધનપુર વિધાનસભા
પક્ષખર્ચ
કોંગ્રેસ

રૂ.7.92 લાખ

ભાજપ

રૂ.1.64 લાખ

આપ

રૂ.1418

ચાણસ્મા વિધાનસભા
કોંગ્રેસ

રૂ.30780

ભાજપ

રૂ.3.30 લાખ

આપ

રૂ.11664

પાટણ વિધાનસભા
પક્ષખર્ચ
કોંગ્રેસ

રૂ.6.16 લાખ

ભાજપ

રૂ.2 લાખ

આપ

રૂ.1.35 લાખ

સિધ્ધપુર વિધાનસભા
કોંગ્રેસ

રૂ.4.23 લાખ

ભાજપ

રૂ.2.27 લાખ

આપ

રૂ.7900

અન્ય સમાચારો પણ છે...