આયોજન:કરવેરા અંગેની 570 વાંધા અરજીની પાટણ પાલિકા દ્વારા સુનાવણી કરાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રહેણાક અને કોમર્શિયલ મિલકતોના કરવેરા અંગે ચાલુ સાલે વાંધા મંગાવતા અત્યાર સુધીમાં મિલકત ધારકો પાસે 570 વાંધા રજૂ કર્યા છે. આ અંગે આગામી 7થી 9 જૂન દરમિયાન મિલકત ધારકોને સાંભળી સુનાવણી કરનાર છે.

પાટણ નગરપાલિકા દ્વારા વર્ષ 2022-23ના મિલકતવેરામાં કોઈ પ્રશ્ન હોય તો તે મંગાવ્યા હતા જેની સુનાવણી મ્યુનિસિપલ સેન્સસ મુજબના 1 થી 15 વોર્ડ મુજબ હીયરિગ કરાશે. 7 જૂને વોર્ડ નંબર 1થી 5ની સુનાવણી, 8 જૂને વોર્ડ નંબર 6 થી 10 અને 9 જૂને વોર્ડ નંબર 11થી 15 ના જે તે મિલકત ધારકોને સાંભળીને તેમના પ્રશ્નોનો હલ લાવવા પાલિકાના સભાખંડમાં સુનાવણી કરાશે.

મુખ્યત્વે ક્ષેત્રફળમાં વધઘટ, ભાડુઆત મકાન ખાલી કરી ગયા હોય ,બે એન્ટ્રી અલગ કરવાની હોય, એકત્રીકરણ કરવાનું હોય તેવા મિલકત ધારકોના વાંધા મળી રહ્યા છે તેમ પાલિકા વેરા શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...