• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 550 Brothers From 4 Groups And 305 Sisters On The Second Day Participated In The District Level Athletics Competition Held In Patan.

ખેલમહાકુંભ:પાટણમાં યોજાયેલી જિલ્લા કક્ષાની એથ્લેટિકસ સ્પર્ધામાં 4 ગૃપના 550 ભાઈઓ અને બીજા દિવસે 305 બહેનોએ ભાગ લીધો

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ ખાતે બે દિવસ દરમિયાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વિભાગ ગાંધીનગરની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા આયોજિત અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, પાટણ દ્વારા સંચાલિત ખેલમહાકુંભ-2022નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લાકક્ષા ખેલ મહાકુંભની એથલેટીક્સ ભાઈઓ બેહેનોની સ્પર્ધા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,પાટણ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી,પાટણ ખાતે બે દિવસ દરમિયાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં અં-11, અં-14, અં-17, ઓપન એજ એમ કુલ 4 વયગૃપના 550 ભાઈઓ અને બીજા દિવસે 375 બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગ વીરેન્દ્ર સી. પટેલ, જીલ્લા રમત-ગમત અધિકારી, પાટણ, બાબુભાઈ ચૌધરી તથા દિપલબેન રાવલ પ્રાંત યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી પાટણ તથા તાલુકાના કન્વીનારો અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ રમતોત્સવમાં દોડ,કુદ અને ફેક વિભાગમાં ઉત્સાહપૂર્વક ખેલાડીઓ ભાગ લેવા માટે જોડાયા હતા. આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે જશે.

અન્ય સમાચારો પણ છે...