કાર્યવાહી:વારાહી હાઇવે પર ચાલુ ટ્રેલરે તાડપત્રી કાપી ચોખાના 55 કટ્ટાની ચોરી

વારાહી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2.28 લાખના ચોખાની ચોરી મામલે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

રાજસ્થાનના કોટા થી ૮૪૦ ચોખાના કટ્ટા ભરી ગાંધીધામ જતા ટ્રેલર વારાહી ટોલ પસાર કરી હાઇવે પરથી પસાર થતું હતુ ત્યારે પાછળના ભાગેથી તાડપત્રી કાપી રૂ.બે લાખ ઉપરાંતના 55 ચોખાના કટ્ટાની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરી ગયા હતા.આ અંગે વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

રાજસ્થાનના કોટા ખાતે આવેલ એન.સી. રાઈસ ફ્રુડ પ્રા.લી.નામની કંપનીમાં થી 19 જુલાઈના રોજ ટ્રેલરમાં 840 ચોખાના કટ્ટા ભરી ભગવતી લેકટો વેજીરિયન એક્સપોર્ટ પ્રા.લી. ગાંધીધામ આવવા રવાના થયું હતું. ચોખાના કટ્ટા ભરેલ ટ્રેલર 21મીની રાત્રે ચાલક તેમજ કંડક્ટરે જમવા માટે પાલનપુર ખાતે હોટલમાં રોકયા હતા.

જમ્યા બાદ ટ્રેલરના પાછળના ભાગે તપાસ કરી હતી. જેમાં ચોખાના કટ્ટા ઉપર બાંધેલી તાડપત્રી તેમજ બેલ્ટ બરાબર હતો. લગભગ રાત્રે ૩.૩૮ કલાકે વારાહી ટોલનાકુ પસાર કરી હાઇવે પર આવેલ દૈગામડા ગામ પાસે પહોંચતા તાડપત્રી ફાટેલી અને બેલ્ટ સાઈડમાં લટકતો હોવાનું ડ્રાઇવરે જોતા તેને ગાડી પર ગામ પાસે આવેલ રામ ઝૂંપડી હોટલ પર ગાડી રોકી તપાસ કરતા ગાડીના પાછળના ભાગેથી તાડપત્રી કાપી રૂ.2,28,910ની કિંમતના 55 ચોખાના કટ્ટા અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયા બાબતે વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...