આદેશ:પાટણમાં 54 હોસ્પિટલો,33 કોમર્શિયલ કોમ્પ્લેક્સ બીયુ વિનાના

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટ દ્વારા ગયા મહિને રાજ્યમાં ફાયર એનઓસી અને બીયુ પરિમિશન મામલે ફોજદારી કાર્યવાહી કરવા આદેશ કરાયો હતો

રાજ્યમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરના બિલ્ડિંગો સામે ફોજદારી કાર્યવાહી કરવા ગયા મહિને હાઇકોર્ટ દ્વારા આદેશ કર્યો હતો ત્યારે પાટણ જેવા નાના શહેરમાં પણ પાછલા ચાર પાંચ વર્ષને બાદ કરતા બીયુ અને ફાયર એનઓસી બાબતે ઉદાસીન વલણ રહ્યું હતું.

જેને લીધે શહેરમાં એક અંદાજ મુજબ અલગ અલગ કેટેગરીના 154 જેટલા બિલ્ડિંગો પૈકી માત્ર 36 જેટલા બિલ્ડિંગોમાં બીયુ પરમિશન છે જ્યારે ફાયર એનઓસી બાબતે સતત કાર્યવાહી કરવામાં આવી છે જેમાં જુના સમયના 14 હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર એનઓસી કાર્યવાહી બાકી છે. આ માટે પાલિકા દ્વારા જે તે મિલકતધારકોને નોટિસો આપવામાં આવેલી છે. જુના અને નવા બાંધકામો અંગે કયા માપદંડ મુજબ કાર્યવાહી કરી શકાય તે માટે રાજ્ય સરકાર સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે.

પાટણ શહેરમાં પાછલા ઘણા વર્ષોથી બીયુ પરમિશન અને ફાયર એનઓસી અંગે પાલિકા સત્તાધીશોની ઢીલી નીતિના કારણે આડેધડ બાંધકામો થયા હતા જેમાં પાર્કિંગ, અગ્નિશમન સુવિધા જેવી પ્રાથમિક સગવડો પણ કરવામાં આવી નથી. પાટણ શહેરમાં હોસ્પિટલ, હાઈરાઈઝ બિલ્ડીંગ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, હોટલ તેમજ એસેમ્બલી બિલ્ડીંગ મળી 154 જેટલા બિલ્ડિંગો આવેલા છે તે પૈકી 25 ટકા બિલ્ડિંગો પાસે પણ બીયુ પરમિશન ન હોવાનું આરસીએમ કચેરીના સર્વે રેકોર્ડ અનુસાર જાણવા મળી રહ્યું છે.

આ મુજબ બીયુ પરમિશન પાત્ર 65 જેટલી હોસ્પિટલો પૈકી માત્ર 11 જેટલી હોસ્પિટલો બીયુ પરમિશન ધરાવે છે, બાકીની બિલ્ડિંગ બીયુ પરમિશન વગર ચાલી રહી છે. આજ રીતે શહેરમાં એક અંદાજ મુજબ 53 જેટલા કોમર્શિયલ કોમ્પલેક્ષ પૈકી 20 જેટલા કોમ્પલેક્ષ જ બીયુ પરમિશન ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...