દંડાત્મક કાર્યવાહી:કુવારદ ગામે ખોદકામ કરનાર કોન્ટ્રાક્ટરને 5.31 લાખનો દંડ

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખોદકામ કરતા હિટાચી મશીન,2 ડમ્પર પકડ્યા હતા

પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા કોન્ટ્રાક્ટરો સામે ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. સિદ્ધપુરના કાલેડામાં મંજૂરી વગર ખોદકામ કરનાર કોન્ટ્રાક્ટરને રૂ.18 લાખ દંડ ફટકાર્યા બાદ શંખેશ્વર તાલુકાના કુવારદ ગામે તળાવમાંથી ગેરકાયદે ખોદકામ કરનાર રાજસ્થાનના કોન્ટ્રાક્ટરને રૂ.5.31 લાખ દંડ ફટકાર્યો છે.

કુવારદ ગામે તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરતા એક હિટાચી મશીન અને બે ડમ્પર ખાણ ખનીજ વિભાગની ટીમે પકડી જપ્ત કર્યા હતા. બાદમાં સ્થળ પર માપણી કરતા 533 મેટ્રિક ટન માટીનું ખોદકામ કરવામાં આવેલું હતું.માટીકામના કોન્ટ્રાક્ટર રાજસ્થાનના રાજુભાઈ મારવાડી દ્વારા ખોદકામ કરવામાં આવેલું હોવાથી ખાણ ખનીજ વિભાગે તેમને હિટાચી મશીન અને બે ડમ્પરના રૂ.4 લાખ ખોદકામના રૂ.93,275 અને પર્યાવરણને નુકસાનના રૂ.38,243 મળી કુલ રૂ.5.31 લાખ દંડ ફટકારી કોન્ટ્રાક્ટર પાસેથી તેની વસુલાત કરવામાં આવી છે.

આ અંગે ખાણ ખનીજ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખોદકામ ન થાય તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે. ગેરકાયદેસર ખોદકામ પકડાશે તો જવાબદાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...