સિદ્ધપુરનાં બદ્રીપુરા વિસ્તારમાં તથા બુરહાની સોસાયટી તથા નગરપાલિકાની અલગ અલગ જગ્યાએથી ભુગર્ભ ગટરનાં રૂ. 47 હજાર 100ની કિંમતનાં ઢાંકણા, વોટર વર્કસની જૂની મોટર તથા વાલ્વનો પાઇપોનો ભંગાર, ફાયર સ્ટેશનમાંથી કચરાપેટીનાં તળીયાનો ભંગાર તથા અન્ય લોખંડનો ભંગાર કોઇ ચોરી કરી ગયો હોવાની ફરીયાદ સિદ્ધપુર નગરપાલિકાનાં સેનેટરી ઇન્સ્પેક્ટરે નોંધાવી હતી.
સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં ગટરનાં ઢાંકણાની ચોરીઓ થતી હોવાની ભુગર્ભ ગટરનાં કોન્ટ્રાકટર દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્ર પરમારને કરાઇ હતી. તેથી તેઓએ તપાસ કરતાં શહેરનાં બદ્રીપુરા વિસ્તારમાંથી 3, બુરહાની સોસાયટીનાં ગેટથી 1, લીલાશાનગર સોસાયટી આગળથી-1, રાજપુર મેઇન રોડ આગળથી-1 સૈફીપુરા પાણીની ટાંકી પાસેથી-2, એલ.એસ. હાઇસ્કૂલ પાસેથી-1, નવાવાસમાં જોગણી માતાનાં મંદિર પાસેથી-1, સિલ્વર બેકરીની ગલીમાંથી-2, તાહેર સ્ટુડીઓની સામેની ગલીમાંથી એક ઢાંકણાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.
અગાઉ પણ છેલ્લા 12 માસ પૂર્વે 40 જેટલા ઢાંકણાની કોઇ ચોરી કરી ગયો હતો. આમ કુલ રૂ. 37 હજાર 100નાં 53 નંગ ઢાંકણા તથા રૂ. 6 હજારનો લોખંડનો ભંગાર મળી કુલે રૂ. 47 હજાર 100ની મતાની ચોરી કરી ગયા હતા. જેની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.