તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશ:SI ના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે 80 બેઠકો સામે 507 ફોર્મ ભરાયાં

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ મેનેજમેન્ટ ખાતે કોર્ષ શરૂ કરાયો
  • પાંચ ગણા ફોર્મ ભરાતા મેરીટ આધારે પ્રવેશ અપાશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ કરવામાં આવેલ નવીન એસ.આઇના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થવા પામી છે.જેમાં 80 બેઠકો સામે 507 વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતા પ્રવેશ માટે ભારે રસાકસી ની સ્થિતિ સર્જાઈ છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નવીન શૈક્ષણિક વર્ષથી એસ.આઈનો કોર્ષ હોસ્પિટલ મેનેજમેન્ટ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થવા પામી છે. કુલ 80 બેઠકો માટે 507 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે.

બેઠકો કરતા પાંચ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાતાં યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ન્યાય મળે અને પારદર્શક પ્રવેશ પ્રક્રિયા થાય તે માટે મેરીટ આધારિત પ્રવેશ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ટૂંક સમયમાં ભરાયેલ તમામ ફોર્નીમ ચકાસણી બાદ સેનેટરી ઈન્સપેક્ટરના કોર્ષ માટે પ્રવેશ માટે મેરીટ જાહેર કરવામાં આવનાર છે. તેવું હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના અધ્યક્ષ ડૉ. કે.કે.પટેલ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...