ઠગાઈ:પાટણના યુવાનને ક્રેડિટકાર્ડની લાલચ આપી 50 હજાર ઠગ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ

પાટણ શહેરમાં રહેતા 24 વર્ષિય યુવાનને બેંકના કર્મચારી હોવાનું હિન્દી ભાષામાં વાત કરીને ક્રેડિટ કાર્ડની લોભામણી લાલચ આપીને ઓનલાઇન રૂ. 50 હજારની ઠગાઈ કરી હોવાની પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વિવેક અનિલકુમાર પટેલ તેઓના મોબાઈલ ઉપર indusind બેંક કર્મચારીની હિન્દી ભાષામાં વાત કરતા હતા. હાલમાં અમારી બેંકમાં ક્રેડિટ કાર્ડની સારી ઓફર ચાલી રહી છે. તેવી વાતો કરી વિશ્વાસ કેળવી ત્યાર બાદ આધારકાર્ડ અને પાનકાર્ડ whatsapp મારફતે મેળવી તેઓને ટેલિફોનિક વાત કરી કહેલ કે તમારું સીમકાર્ડ બીજા એન્ડ્રોઇડ મોબાઈલમાં લગાવો ત્યારે યુવાને ઘરે જઈ તેની બહેનના મોબાઈલમાં સીમ કાર્ડ લગાવી તેમને ફોન કરી એક લિંક મોકલી 15 મિનિટ આ મોબાઇલમાં જ રાખજો કહી થોડીક વારમાં ઉપર બે ઓટીપી આવ્યા ત્યારે મને શંકા જતા સીમ કાર્ડ કાઢવા હતા. એટલામાં તો બેંકનો મેસેજ આવ્યો ખાતામાંથી રૂપિયા ૫૦ હજાર કપાઈ ગયા છે.

આ અંગે યુવાને પાટણ સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી. તેના આધારે પાટણ બી ડિવિઝન પોલીસે ઔદ્યોગિક વિજ્ઞાન માહિતી અધિનિયમ હેઠળ 420નો ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ એસી પરમાર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...