તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણ શહેર સહીત જિલ્લામાં બીજા દિવસે 50 કેસોનો વિસ્ફોટ થયો હતો. જેમાં ચૂંટણી બાદ સૌથી વધુ 20 કેસ એક સાથે પાટણ શહેરમાં તેમજ પાંચ દિવસમાં જ 58 કેસો નોંધાયા છે. સિદ્ધપુરમાં શહેરમાં 5 અને તાલુકામાં 9 મળી 14 કેસોનો વિસ્ફોટ થયો હતો. અન્ય તાલુકાઓમાં ચારથી એક વચ્ચે કેસો આવતા જિલ્લાનો કુલ કેસ આંક 4610 પર પહોંચ્યો છે.
ગુરૂવારે નોંધાયેલા કેસમાં પાટણ શહેરના 20 અને તાલુકાના 4 મળી ર4, સિદ્ધપુર શહેરના 5 અને તાલુકાના 9 મળી 14, રાધનપુર શહેરના 3 અને તાલુકામાં 1, શંખેશ્વરમાં 3, સાંતલપુરમાં 2 જ્યારે ચાણસ્મા, સરસ્વતી અને સમીમાં 1-1 કેસનો સમાવેશ થાય છે.
ગુરુવારે જિલ્લામાં વધુ 871 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સામે 765 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. વધુ 15 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 4225 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસો વધીને 310 આંક થયો છે. જેમાં 300 દર્દીઓ ઘરમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. 10 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.
ગુરુવારે જિલ્લાના નવા નોંધાયેલા 50 કેસમાં 24 કેસ માત્ર પાટણ શહેર અને તાલુકાના જણાયા છે. શહેરમાં જનજીવન પૂર્વવત્ છે ત્યારે વધી રહેલું સંક્રમણ ચિંતાજનક બની રહ્યું છે. આ નવા કેસોમાં નાની ઉંમરના સંક્રમિતનો પણ સમાવેશ થાય છે. કેસ વધતાં તંત્રમાં પણ ચિંતા છવાઈ છે.
જિલ્લામાં 281 કેન્દ્રો પર 6500ને રસી અપાઈ
પાટણ જિલ્લામાં 45 વર્ષથીવધુ ઉંમરના લોકોને ગુરુવાર થી કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પાટણ શહેરમાં આરોગ્ય કર્મચારીઓ એ જુદા જુદા રહેણાંક વિસ્તારો સોસાયટીઓમાં તો કેટલાક લોકોના ઘરે જઈને પણ વેક્સિન આપી હતી. સમગ્ર જિલ્લામાં 281 કેન્દ્રો શરૂ કરીને સાંજ સુધી 6500 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.