હરાજી:પાટણમાં ગરમ કપડાના વેચાણ માટે 5 સ્ટોલની ફરીથી હરાજી કરી ફાળવણી થશે

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં શિયાળો શરૂ થતા ગરમ કપડા તેમજ અન્ય વસ્ત્રોનો વેપાર રોજગાર મોટા પ્રમાણમાં વધી જાય છે. જેમાં ખાસ કરીને બી એમ હાઇસ્કુલ રોડ ઉપર સ્ટોલ ગોઠવાઈ જતા હોય છે, જેમાં ચાલુ સાલે મંજૂરી વગર સ્ટોલ ગોઠવાઈ જતા અને વિપક્ષ દ્વારા તેનો વાંધો લેવાતા નગરપાલિકા દ્વારા મંજૂરી વગર ગોઠવાયેલ પાંચ સ્ટોલ હટાવી લીધા પછી હરાજી કરીને નવેસરથી ફાળવવામાં આવશે તેમ નક્કી કરાયું હતું.

નગરપાલિકા દ્વારા આનંદ સરોવરથી બી એમ હાઇસ્કુલ રોડ ઉપર પ્રસંગોપાત ફટાકડા , ગરમ કપડાં અને અન્ય વસ્ત્રો કે ફર્નિચર માટે સ્ટોર ફાળવવામાં આવે છે. ચાલુ સાલે 10 સ્ટોલ પૈકી પાંચ સ્ટોલ વહીવટી ચાર્જ ભરાવ્યા પછી ફાળવવામાં આવ્યા હતા જ્યારે બાકીના પ્લોટ માટે હરાજી રાખવામાં આવી હતી પરંતુ વહીવટી ચાર્જ ભરેલા પ્લોટ ધારકો દ્વારા મંજૂરી વગર ગોઠવાયેલ સ્ટોલ અંગે વાંધો રજૂ કરતા નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ અન્ય પદાધિકારીઓની હાજરીમાં ચર્ચા કરાયા બાદ મંજૂરી વગર ગોઠવાઇ ગયેલા સ્ટોલ દૂર કરવામાં આવશે અને તે પછી તે સ્ટોલની હરાજી કરવામાં આવશે તેવો નિર્ણય કરાયો હોવાનું નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...