ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:ચાણસ્મામાં થયેલી 5 લાખની ચોરીનો મામલો, પોલીસે સીસીટીવીના આધારે આરોપીને દબોચી લીધો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી ઘર ભાડે રાખવાના બહાને રેકી કરી ચોરીને અંજામ આપતો હતો
  • 5.11 લાખના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

પાટણ જિલ્લાનાં તાલુકા મથક ચાણસ્મા શહેરની જયવીર નગર સોસાયટીમાં તાજેતરમાં થયેલી ઘરફોડ ચોરીનાં બનાવને ચાણસ્મા પોલીસ દ્વારા ઉકેલવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ચાણસ્મા પોલીસ દ્વારા બે આરોપીને રૂ.5.11 લાખના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

દિનદહાડે ચોરીનો બનાવ બન્યો હતો
ચાણસ્માની આ ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલાયો હોવાની માહિતી આપતા જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું કે પાટણ જિલ્લા ના તાલુકા મથક ચાણસ્મા પોલીસ મથકે તાજેતરમા પટેલ અંકીતકુમાર અમરતભાઇ મણીલાલ રહે, જયવીરનગર સોસાયટી ચાણસ્મા તા.ચાણસ્મા જી પાટણવાળાઓ કે જેઓ કરીયાણાના વેપારી હોઇ તા.18/7/2022 ના રોજ બપોરના સમયે તેઓનાં બંધ મકાન માંથી કોઈ અજાણ્યા શખ્સોએ સોનાની વિટી નંગ-3 કી.રૂ.1,00,000/ તથા રોકડ રૂ.5,00,000 મળી કુલ કી.રૂ.6,00,000/ ની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી તો તેઓની બાજુમા રહેતા પટેલ મનોજકુમાર ઉર્ફે ભોળાભાઇ કાંતીભાઇ તથા ઠાકોર ભરતજી પ્રસંગજી રહે મુળ તોરણીપુર તા હારીજ હાલ રહે.ચાણસ્માવાળાઓના મકાનમાં પણ તસ્કરો એ ચોરી કરવાની કોશિષ કર્યા અંગેની જાણ કરી હતી.

સીસીટીવીના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી
જે ગુનાની તપાસ ના.પો.અધિ રાધનપુરનાઓના સીધા માર્ગદર્શન અને સુચના મુજબ ચાણસ્મા પીઆઈ આર.એમ.વસાવા અને ચાણસ્મા પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા તથા ટાઉનના સી.સી.ટીવી ફુટેઝ ચેક કરવા સુચના કરેલ તે દરમ્યાન મામલતદાર કચેરીની નજીકમાં આવેલ સ્ટેશનરીની દુકાનના સીસીટીવી ફુટેઝ ચેક કરતા એક 20-25 વર્ષના કેશરી કલરના શર્ટ વાળો ઇશમ શંકાસ્પદ જણાઇ આવેલ જે દિશામાં પોલીસે તપાસ કરતા શકદારની હીલ-ચાલ શંકાસ્પદ જણાતા તેઓને ઝડપી લઇ પો.સ્ટે લાવી પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ચોરી કરેલાની કબુલાત કરી હતી.

ચાણસ્મા પોલીસે અન-ડીટેક્ટ ઘરફોડ ચોરી ડિટેન કરી આરોપી મનોજ કૈલાશચંદ્ર મુરલીધર જાતે-ત્રીપાઠી ઉવ.22 રહે-મુળ-કુરજ કિરમુલ્લા થાના કુંવારીયા તા-રેલમંગરા જી.રાજસંમદ (રાજસ્થાન) હાલ રહે-ચાણસ્મા ઇન્દીરાનગર તા. ચાણસ્મા ની અટકાયત કરી તેની પાસે થી સોનાની વિંટી નંગ-2 કી.રૂ.1,00,000 અને રોકડ રકમ રૂ.3,35,000/,એક આઇ-ફોન કી.રૂ.70,000/,એક વીવો કંપનીનો એન્ડ્રોઇડ ફોન કી.રૂ.10,000/મળી કુલ કી.રૂ.5,11,000/- નો મુદામાલ રીકવર કરવામાં આવેલ હોવાનું અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપી મકાન ભાડે રાખવાના બહાને રેકી કરતો હોવાનું જણાવ્યું હોવાનું જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...