તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સાંતલપુરના રોઝુ ગામેથી 5 જુગારી ઝડપાયા, ત્રણ ફરાર

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રોકડ રૂ.12230 સહિત મુદ્દામાલ કબજે લીધો
  • સાંતલપુર પોલીસ મથકે આઠ જુગારી સામે ફરિયાદ

સાંતલપુર તાલુકાના રોઝુ ગામે જુગાર રમતા 5 શખ્સો રોકડ રૂ. 12230 સાથે ઝડપાયા અને ત્રણ જુગારીઓ ફરાર થઇ જતાં સાંતલપુર પોલીસ મથકે અાઠ શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

રોઝૂ ગામે પાણીના ટાંકા પાસે ખુલ્લી જગ્યામાં રવિવારે રાત્રે લાઇટના અજવાળે હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી અાધારે પોલીસ રેડ કરી હતી. તેમાં જુગાર રમતા સોલંકી મોહનભાઇ મંગળાભાઇ (રહે.રોઝુ), ચાવડા રૂષિરાજ ખેતાભાઇ (રહે.દુદોસણ), કોલી માવજીભાઇ મોમાયાભાઇ (રહે.રોઝૂ), ભરતભાઇ મોહનભાઇ મંગળાભાઇ અને ઝૂલા પરીક્ષીતભાઇ ઘનશ્યામભાઇ રોકડ રૂ.12230 તેમજ 5 મોબાઇલની કિ.રૂ.6500 સાથે મળી કુલ રૂ.18730 સાથે પકડાઇ ગયા હતા. રેડ દરમ્યાન ખાંડેકા (બ્રાહમ) દિલીપભાઇ માદેવભાઇ, અાયર કાનાભાઇ પુજાભાઇ અને અાહીર રાજાભાઇ ઉર્ફે ભોલો રણમલભાઇ નાશી છૂટ્યા હતા.અા અંગે સાંતલુપર પોલીસ મથકે અાઠ જુગારીઓ સામે જુગાર ધારા મુજબ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...