તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જિલ્લામાં 10 સ્થળેથી પાનાં ટીચતાં 49 શકુનિ 1.31 લાખની રોકડ સાથે ઝબ્બે

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ, સંખારી, સંડેર, રાધનપુર,સિનાડ,રણોદ, સમી, રુગનાથપુરા, ચોરમારપુરા ગામે રેડ કરી જુગાર રમતાં શખ્સોને ઝડપી ગુનો નોંધ્યો

પાટણ જિલ્લામાં પાટણ માધવનગર, શિશ બંગ્લોઝ બાજુમાં, સખારી, સંડેર, રાધનપુર, રણોદ, સમી, રૂગનાથપુરા, ચોરમારપુરા ગામે પોલીસે બાતમી આધારે રેડ કરી 49 શકુનિઓને રૂ 1.31 લાખની રોકડ સાથે જુગાર રમતા પકડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ શહેરમાં માધવ નગરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં 5 શકુનિને રૂ.10,290ની રોકડ સાથે જ્યારે પાટણ શિશ બંગ્લોઝની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 શખ્સો રૂ.12600ની રોકડ સાથે પકડાયા હતા. પાટણ તાલુકાના સંખારી ગામે પોલીસે છ શકુનિને રૂ.6860ની રોકડ સાથે પકડી પાડયા હતા. સંડેર ગામેથી 5 શકુનિને રૂ 15250ની રોકડ સાથે પકડયા હતા. રાધનપુરમાં કલ્યાણપુરા ગામ પાસે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ ખેતરમાં ઇલેક્ટ્રીક લાઇટના અજવાળે જુગાર રમતા 6 શકુનિને રૂ.27600ની રોકડ સાથે પકડાયા હતા. રાધનપુરના સિનાડ ગામ પાસે પુલની બાજુમાં જુગાર રમતા 4 શખ્શોને રૂ.10280ની રોકડ સાથે પકડાયા હતા.

શંખેશ્વર તાલુકાના રણોદ ગામે જુગાર રમતા 6 શકુનિને રૂ.11010ની રોકડ સાથે પકડાયા હતા. સમીની રામબા સોસાયટીના પાછળના ભાગે જુગાર રમતાં 7 શખ્સો રૂ.13900ની રોકડ સાથે ઝડપાયા હતા સરસ્વતીના રૂગનાથપુરા ગામેથી 4 શકુનિને રૂ.1197 ની રોકડ સાથે પકડાયા હતા. ચોરમારપુરા ગામે શિહોરી ત્રણ રસ્તા પાસે ઉમિયા વિજય શો મીલની બાજુમાંથી ત્રણ શકુનિ રૂ.11400ની રોકડ સાથે પકડાયા હતા.

જુગાર રમતા પકડાયેલા શખ્સો
પાટણ માધવનગર:
વિપુલ ઇશ્વરલાલ ભીલ પાટણ, યોગેશ દિનેશચંદ્રસોની રહે.સિહોરી તુષાર રાજુભાઈ ભીલ રહે.પાટણ, જયેશ જશવંતભાઈ ભીલ, નવઘણ હરિભાઈ ભીલ રહે.પાટણ

પાટણ શિશબંગ્લોઝ : જયેશ અરવિંદભાઈ પ્રજાપતિ,કનુ ભગવાનભાઈ પ્રજાપતિ, જીગ્નેશ હસુભાઈ પ્રજાપતિ રહે.પાટણ

સંખારી: વિક્રમ દીવાનજી ઠાકોર રહે.રણુજ, સવજી દોસાભાઈ પરમાર રહે. સંખારી, ચેતનજી સોમાજી ઠાકોર રહે. રણુજ, પ્રકાશ બાબુભાઈ પરમાર રહે.સંખારી, પૂનમ દિનેશભાઈ શાહ રહે. રણુજ, વિનોદ વલાજી ઠાકોર રહે. રણુજ
સંડેર: ડાયા જેઠાભાઈ પરમાર, બકાજી કાનાજી ઠાકોર, સંજય રેવાભાઇ પટેલ, પ્રકાશ ગોરધનભાઈ પટેલ, પ્રતીક પોપટભાઈ પટેલ રહે.તમામ સંડેર

રાધનપુર: વૈભવ કિશોરભાઈ સુથાર, દલા વાલાભાઈ આહીર, રાણા સામતાભાઇ આહિર, સુરેશ દયારામભાઈ ઠક્કર, હરેશ મહાદેવભાઈ ઠક્કર, શંકર રાયમલભાઈ આયર રહે.તમામ રાધનપુર

સિનાડ: પરસોતમ હાસમભાઇ પારકા, ભરત નાનજીભાઈ, રમેશસુડાભાઇ મકવાણા, કનુ શામળભાઈ રબારી રહે.તમામ સિનાડ

રણોદ: અભુજી અમરાજી ઠાકોર, રામુ શંકરભાઈ ઠાકોર, ભરતજી ચતુરજી ઠાકોર, ભરતજી બાબુજી ઠાકોર, કટાજી રતુજી ઠાકોર, કાળુજી વાલાજી ઠાકોર રહે.તમામ રણોદ

સમી: દિનેશ ડાયાભાઈ ઠક્કર, ધર્મેન્દ્ર ચમનભાઈ પ્રજાપતિ, ચિરાગ સોમાભાઈ પ્રજાપતિ, જનક પરસોતમભાઈ દરજી, મહેન્દ્ર ભીખાભાઈ સોઢા, વિજય ભીખાભાઈ સોઢા, જગદીશ જયંતીભાઈ ઓઝા રહે. તમામ સમી

રૂગનાથપુરા: જયેશ ગલાબજી ઠાકોર, ઉકાજી શંકરજી ઠાકોર, ભરતજીગજુજી ઠાકોર, વિજય તખાજી ઠાકોર રહે.તમામ રુગનાથપુરા

ચોરમારપુરા: ભાથીગંગારામ ભાઈ ઠાકોર, ભરત વિરમભાઈ ભરવાડ, માતેમ ધનાભાઈ ભરવાડ રહે.તમામ વારાહી

અન્ય સમાચારો પણ છે...