નિર્ણય:ઉત્તર ગુજરાતમાં ફાયર સેફ્ટી, એસઆઈની 58 કોલેજોમાં 4800 છાત્રોને પ્રવેશ અપાશે

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી એ દરેક કોલેજમાં 80 બેઠક ફાળવી, પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન
  • કોલેજો શિક્ષણ માટે યોગ્ય સ્ટાફની ટૂંક સમયમાં ભરતી કરશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સંલગ્નઉ.ગુના પાંચેય જિલ્લામાં નવીન શૈક્ષણિક વર્ષથી એક સાથે 58 કોલેજોને શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.જેમાં દરેક કોલેજમાં પ્રવેશ માટે 80 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવી છે.કુલ ઉ.ગુમાં 4800 બેઠકો ફાળવામાં આવી છે.

નવીન શૈક્ષણિક વર્ષમાં 39 એસ.આઈ કોલેજોમાં એક કોલેજ દીઠ 80 બેઠકો મળી કુલ 3120 બેઠકો તેમજ 19 ફાયર સેફટીની કોલેજોમાં એક કોલેજ દીઠ 1520 તેમજ યુનિવર્સિટીમાં ફાયર સેફટી અને એસ.આઈ ની કોલેજમાં કુલ 160 બેઠકો મળી ઉત્તર ગુજરાતમાં 4800 બેઠકો ફાળવામાં આવી છે.

સ્ટાફ ભરતી કરાશે તેમજ કોલેજ સંચાલન અંગે નિયમો બનાવશે કુલપતિ ડૉ. જે.જે.વોરાએ જણાવ્યું હતું કે કોલેજોમાં બેઠકો ફાળવી પ્રવેશ પ્રકિયા શરૂ કરાઇ છે.ફાયર સેફટી અને એસ.આઈ માટે ક્વોલિફાયડ ટીચિંગ સ્ટાફ ફરજીયાત કોલેજોમાં રાખવો પડશે જેથી તેની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...