સજા:પાટણમાં 4.80 લાખનો ચેક રિટર્ન થતાં એક શખ્સે એક વર્ષની સજા, 7.20 લાખનુ વળતર ચુકવવા આદેશ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2013માં ગાડી ખરીદવા માટે ઉછીના આપેલા જેનો ચેક આપતાં રિટર્ન થયો હતો

પાટણ જ્યુડીસીયલ કોર્ટનાં મેજિસ્ટ્રેટ પ્રિયંકા લાલે ચેક રિટર્નનાં એક કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમની દોઢી રકમ એટલે કે, રૂ. 7 લાખ 20 હજારનું વળતર 60 દિવસમાં ચૂકવવાનો હુકમ કર્યો હતો.

પાટણનાં ગુર્જરવાડાનાં રહેતા ગિરીશભાઇ પટેલ પાસેથી પાટણમાં રહેતા સતિશ નાઇએ 2013નાં અરસમાં ગાડી ખરીદવા માટે રૂ. 4 લાખ 80 હજારની માંગણી કરતાં ગિરીશભાઇએ તેમનાં ખેતરની જમીન વેચાણમાંથી મળેલા રૂ. 4 લાખ 80 હજારની રકમ ઉછીની સતીશને આપી હતી.

ગિરીશભાઇનું 2015માં નિધન થયું હતું. પરંતુ તેઓએ મૈયત થતાં પૂર્વે તેમની પત્ની ચેતનાબેનને જણાવેલું કે, સતિશ પાસેથી રૂ. 4.80 લાખ ઉઘરાણીનાં લેવાનાં છે. આથી ચેતનાબેન સતિશભાઇ પાસેથી પૈસાની ઉઘરાણી કરતાં તેમણે સરદાર બેંકનો તા. 31-5-2019નો ચેક આપ્યો હતો. જે ચેક ચેતનાબેને પોતાનાં ખાતામાં ભરતાં સતિશનાં ખાતામાં અપૂરતા બેલેન્સનાં કારણે પાછો ફર્યો હતો. આથી ચેતનાબેને તેમને નોટીસ આપી હતી.

બાદમાં પાટણની કોર્ટમાં નેગોસિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ફરીયાદ નોંધાવતાં કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમની દોઢી રકમ એટલે કે, રૂ. 7.20 લાખનું વળતર 60 દિવસમાં ચૂકવવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...