રોગચાળો:પાટણ જિલ્લામાં 20 દિવસમાં 48 અને અઢી માસમાં ડેન્ગ્યૂના 200 કેસ

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા 20 દિવસમાં પાટણ જિલ્લામાં 48 લોકો ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયા છે. જેમાં સૌથી વધુ પાટણમાં 22 લોકો ડેન્ગ્યુ ની બીમારી નો શિકાર બન્યા છે. જોકે ઠંડીનો ચમકારો વધતા ધીમે ધીમે મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં આવી રહ્યો છે. છતાં હજુ સરેરાશ દરરોજ ડેન્ગ્યુના કેસ મળી રહ્યા છે. ત્યારે લોકોએ મચ્છરો ન કરડે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ.

આ વખતે ચોમાસા બાદ ડેન્ગ્યુના રોગચાળાએ પાટણ જિલ્લામાં ભરડો લીધો છે છેલ્લા અઢી માસમાં 200 લોકો ડેન્ગ્યુ ની બીમારીમાં સપડાયા છે. જેમાં સપ્ટેમ્બર માસમાં કેસોનો ઉછાળો આવ્યો હતો અને ઓક્ટોબરમાં ડેન્ગ્યુ પીક પર હતો. ત્યારબાદ નવેમ્બરમાં કેસનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. સપ્ટેમ્બરમાં 48 કેસ હતા ઓક્ટોબરમાં વધીને 104 થયા હતા અને નવેમ્બરમાં છેલ્લા 20 દિવસમાં 48 કેસ મળ્યા છે. જોકે હાલમાં પણ સરેરાશ દરરોજ એકાદ કેસ મળી રહ્યો છે એટલે હજુ ડેન્ગ્યુ ગાયબ થયો નથી ત્યારે લોકોએ મચ્છરો કરડી ન જાય તેની પુરતી કાળજી રાખવાની જરૂર છે.

આ અંગે ફિઝિશિયન ડો કાનજીભાઈ રબારીએ જણાવ્યું હતું કે ઠંડીનું પ્રમાણ વધતાં ડેન્ગ્યૂ નિયંત્રણમાં આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...