ખાડાઓનું સામ્રાજ્ય:સિદ્ધપુરમાં નવનિર્મિત સિક્સ લેન હાઇવે પર ખળી ચાર રસ્તાથી દેથળી ચાર રસ્તા સુધી 47 ખાડાઓ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિક્સ લેન માર્ગ હજુ તો પુરો બન્યો પણ નથી અને પ્રથમ વરસાદે ઠેર ઠેર ખાડાઓ

સરકાર દ્વારા સિદ્ધપુર હાઇવે પર સિક્સ લેન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, રોડની કામગીરી હજુ તો પુરી પણ નથી થઇ ત્યારે સિદ્ધપુરમાં માત્ર બેથી ત્રણ ઇંચ વરસાદ પડતાની સાથે આ રોડ પર ખાડા જોવા મળી રહ્યા છે. ખળી ચાર રસ્તા હાઈવેથી દેથળી ચાર રસ્તા હાઇવે સુધી રોડ પર નાના મોટા સહીત 47 ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

નવનિર્મિત રોડ પર થીગડાં
કોન્ટ્રાકટર દ્વારા આવા ગાબડાઓમાં આવા નવનિર્મિત રોડ પર થીગડાં મારી પોતાનો લૂલો બચાવ કરી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે. આ રોડ પરથી પસાર થતા વાહનચાલકોના જણાવ્યા પ્રમાણે સિદ્ધપુરના જીઈબી પાસે હજુ તો રોડ બનાવ્યાને એક માસ પણ પુરો નથી થયો જ્યાં ગાબડાં પણ પડી ગયા.

અન્ય સમાચારો પણ છે...