તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુળેટીપર્વના વધામણાં:પાટણના રાજપુરમાં 450 વર્ષ જૂની પરંપરા અકબંધ, બળદોના અભાવના કારણે ટ્રેક્ટરમાં હાથિયો નીકળ્યો

પાટણએક મહિનો પહેલા
ચાર ટ્રેક્ટર દ્વારા ગામની પ્રદક્ષિણા કરાઇ
 • પરંપરા મુજબ ગામના નાના બાળકોને ગામની પ્રદક્ષિણા કરાવવામાં આવે છે
 • 2500ની વસતી ધરાવતાં ગામમાં 450 વર્ષ અગાઉ બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના કરાઇ હતી

પાટણના રાજપુર ગામમાં ધૂળેટીના પર્વમાં બળદોની સંખ્યા ઓછી હોવાથી શણગાર સજેલા ટ્રેક્ટરમાં હાથિયાઓ કાઢવામાં આવ્યા હતા અને પરંપરાગત રીતે ગામમાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

રાજપુર ગામમાં લેઉવા પાટીદારો, ઠાકોરો, હરિજનો સહિત 2500ની વસતી ધરાવતાં ગામમાં 450 વર્ષ અગાઉ બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના કરાઇ હતી. ત્યારથી દર ધુળેટીએ ગામલોકો પરંપરાગત ધાર્મિક ઉત્સવ ઊજવે છે.

આજે ધુળેટીના દિવસે સવારે બહુચરમાતાના મંદિરમાં ગામ લોકો ઉમટ્યા હતા. જ્યાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં બપોરે ત્રણ વાગ્યે સમસ્ત ગામમાં લોક મેળાવડાની રંગત જામી હતી. આ મેળાવડા બાદ સાંજે બ્રહ્માણી માતાજીનો હાથિયો નીકળ્યો હતો.

આ હાથિયો છેલ્લા 440 વર્ષથી બળદની ચાર જોડથી ગાડામાં કાઢવામાં આવે છે અને ગામના નાના બાળકોને બેસાડી ગામની પ્રદક્ષિણા કરાવવામાં આવે છે. પરંતુ સમય જતાં બળદની જગ્યા ટ્રેક્ટરે લીધી છે. બળદોના અભાવના કારણે હાથિયો છેલ્લા 15 વર્ષથી ચાર ટ્રેક્ટરમાં કાઢવામાં આવે છે.

સોમવારે ટ્રેક્ટર ટ્રોલીને કાષ્ટથી શણગારવામાં આવી હતી અને ગામની પ્રદક્ષિણા સમયે મહિલાઓ દ્વારા હાથિયાના વધામણા કરવામાં આવ્યા હતા. જ્યારે મોઢેરાના નાયક બંધુઓએ ચાચર ચોકમાં ભૂંગળ વગાડીને માતાજીની રમઝટ જમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો