તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સરસ્વતી નદીમાં જળસંગ્રહ વધારવા 4.50 લાખ ઘનમીટર રેતી બહાર કાઢવાની કામગીરી શરૂ

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નદીનો પર 12 ફૂટ ઉંડો થતાં 45 કરોડ લીટર પાણીનો સંગ્રહ વધશે

પાટણ પાસેથી પસાર થતી સરસ્વતી નદીમાં બેરેજ પાસે પથરાયેલી રેતીને બહાર કાઢી નદીને ઉંડી કરી તેમાં જળસંગ્રહ ક્ષમતા વધારવા માટે મશીનરી કામે લગાડી રેતી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને પગલે હવે નદીમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધશે.

સરસ્વતી નદીના બેરેજ પાસે પૂર્વ ભાગમાં રેતીનું પ્રમાણ વધી જતા નદીમાં વધારે પાણી સંગ્રહ થઈ શકતું ન હતું. જેને કારણે દરવાજા ખોલી પાણીને પશ્ચિમ ભાગમાં છોડી દેવું પડતું હતું. પૂર્વ ભાગમાં પાણી સંગ્રહ ન થતાં પાટણ નજીકના વિસ્તારમાં ભૂગર્ભજળ સપાટી ઉચી લાવવાના પ્રયાસો સાર્થક થતા ન હતા ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા સરસ્વતી બેરેજના પૂર્વ ભાગમાં નદીમાં ભરાયેલી રેતી બહાર કાઢીને પાણી સંગ્રહ વધારે થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. સિંચાઈના મિકેનિકલ વિભાગ દ્વારા નદીમાંથી રેતી બહાર કાઢવા માટે બે હિટાચી મશીન ત્રણ ટબૉ સહિતની મશીનરી કામે લગાડી નદીમાંથી રેતી બહાર કાઢવામાં આવી રહી છે. 500 મીટર લંબાઈ અને300 મીટર પહોળા વિસ્તારમાં રેતી બહાર કાઢી 12 ફૂટ ઊંડુ કરી નદીમાંથી 4.50 લાખ ઘનમીટર રેતી બહાર કાઢવામાં આવશે. 45 કરોડ લીટર પાણીનો સંગ્રહ વધારે થશે. તેનો સીધો ફાયદો ભૂગર્ભજળ સપાટી ને થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો