પાટણ જિલ્લામાં ચાણસ્મા, શંખેશ્વર, સાંતલપુર, સિધ્ધપુર, કાઠી, સેઢાલ, ટુવર, કંચનપુરા, નાના વેલોડા અને વધાસણ ગામ સ્થળેથી 44 શકુની રોકડ રૂ.1,44,530 સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે સેઢાળમાં જુગારની રેડ દરમિયાન ત્રણ ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ 47 શકુની સામે ગુનો નોંધાઇ હતી. ચાણસ્મા હાઇવે સર્કલ પર રવિવારે વરલી મટકાનો જુગાર રમતો શખ્સ રોકડ રૂ. 550 સાથે ઝડપી પાડ્યો હતો.
જ્યારે શંખેશ્વર ખાતે રવિવારે જાહેરમાં તીન પત્તી હાર જીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ રૂ.2540 સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે સાતલપુરના નવકાર ફેક્ટરી નજીક રવિવારે હારજીતનો જુગાર રમતા છ આરોપીઓને રોકડ રૂ.15,650 તેમજ પાંચ મોબાઇલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે સિધ્ધપુર ખાતે રહેતા હિતેશ પાધ્યા બહારથી લોકો બોલાવી પોતાના રહેણાંક મકાનમાં હાર્દિકનો જુગાર રમાડતો હોવાની વાતની આધારે રવિવારે સાંજના સુધારે પોલીસે રેડ કરી દસ શકુનીઓને રોકડ રૂ. 36,800 તેમજ નવો મોબાઈલ અને એક એક્ટિવા સાથે ઝડપી પાડ્યા હતા.
જ્યારે સમી તાલુકાના કાઠી ગામે શનિવારે સાંજે હાર જીતનો જુગાર રમતા બે શકુનીઓને રોકડ રૂપિયા 1950 સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે ચાણસ્મા તાલુકાના સેઢાલ ગામે બસ સ્ટેશન નજીક ખુલ્લા ચોકમાં શનિવારે રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળે 6 શખ્સો હાર જીતનો જુગાર રમતા રોકડ રૂપિયા 9,760 સાથે ત્રણ શખ્સો ઝડપાયા હતા.આ રેડ દરમિયાન ત્રણ શખ્સો નાશી છુટ્યા હતા. જ્યારે શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે શુક્રવારે રાત્રે હાર જીતનું જુગાર રમતા 6 શકુનીઓને રોકડ રૂ.40400 સાથે ઝડપી પાડ્યા હતા.
જ્યારે સમી તાલુકાના કંચનપુરા ગામની સીમા શનિવારે હાર જીતનો જુગાર રમતા ચાર શકુનિઓ રોકડ રૂપિયા 5430 સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે સરસ્વતી તાલુકાના નાના વેલોડા ગામે શનિવારે સાંજે હાર જીતનો જુગાર રમતા ત્રણ શકુનિઓની રોકડ રૂ.10,700 સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે સરસ્વતી તાલુકાના વધાસણ ગામે શનિવારે સાંજે હાર જીતનો જુગાર રમતા ઓને રોકડ ₹11,900 સાથે ઝડપી પાડ્યા હતા.
જુદા જુદા સ્થળેથી ઝડપાયેલા 44 જુગારી
ચાણસ્મા : સોલંકી શૈલેષકુમાર હરિભાઈ રહે.ચાણસ્મા
શંખેશ્વર : ઠાકોર ચંદુજી પોપટજી, ઠાકોર વિરમજી કાળુજી , ઠાકોર પંકજજી કાળુજી અને ઠાકોર ગોવિંદજી હજૂરજી સાંતલપુર : કોલી ગણપતભાઈ રાયધનભાઈ રહે. કમાલપુર, ઠાકોર સોમાભાઈ ભુરાભાઈ રહે.શેરગંજ, ઠાકોર મગનભાઈ ધુળાભાઈ રહે.મઢુત્રા, ઠાકોર મહેશભાઈ વેલાભાઇ રહે.ભીમાસણ, ઠાકોર પ્રવીણભાઈ નરસિંહભાઈ રહે.પરાગપર, રાજપૂત નરેન્દ્રસિંહ ભેરસિગ રહે. સાતલપુર
સિધ્ધપુર :- પાધ્યા હિતેશકુમાર વિષ્ણુ પ્રસાદ રહે. સિદ્ધપુર, ઠાકોર વિક્રમજી વેલાજી રહે.સુઢીયા, ઠાકોર કિરણજી જાદવજી રહે.ઊંઝા, ઠાકોર મથુર જી અનારજી રહે. શાહપુરા તા. વડનગર, ઠાકોર સોવનજી ખોડાજી રહે સુલતાનપુરા, શાહ સતિષભાઈ જેંતીલાલ રહે. સિદ્ધપુર, આચાર્ય મનીષકુમાર અરવિંદભાઈ રહે. અમદાવાદ, ઠાકોર રમેશજી પ્રધાનજી થલોટા તા. વિસનગર, ઠાકોર નવરંગજી શંકરજી રહે.થલોટા તા. વિસનગર અને ઠાકોર લક્ષ્મણજી કડવાજી રહે બ્રાહ્મણવાડા તા. ઊંઝા
કાઠી : બજાણીયા લાલાભાઇ માનસંગભાઈ અને ઠાકોર નાનુભાઈ
સેઢાલ : ઠાકોર વિક્રમજી કરવાથી ઠાકોર,દશરથજી લાલાજી રહે.સેઢાલ અને ઠાકોર પ્રકાશજી રમતુજી રહે. દેલોલી તા. મહેસાણા ઝડપી પાડ્યા હતા જ્યારે ઠાકોર કિરણજી જશુજી ,ઠાકોર લાલજીજી કાન્તિજી અને ઠાકોર પ્રકાશજી સોમાજી રહે તમામ સેઢાલ નાસી છૂટ્યા હતા.
ટુવડ : સિંધવ મેહુલકુમાર લક્ષ્મણભાઈ, ઠાકોર અમૃતજી વેલાજી, વઢેર કાળુભાઈ શીવાભાઈ, વઢેર સંજયભાઈ ગેલાભાઈ અને સિંધવ રાકેશકુમાર નવઘણભાઈ રહે તમામ ટુવડ
કંચનપુરા : ઠાકોર રઘુજી વાલાજી રહે.કંચનપુરા, ઠાકોર રૂપસંગજી ગાંડાજી રહે. રૂની, ઠાકોર ગુગાજી ગગાજી રહે. શંખેશ્વર અને ઠાકોર દાનુજી તલાજી રહે.પાનવાડા
નાના વેલોડા : ઠાકોર દીવાનજી મથુરજી રહે નાના વેલાડા, ઠાકોર પહેલાદજી પ્રધાનજી રહે મોટા વેલોડા અને ઠાકોર ભાવેશજી વદનજી રહે રવિયાણા,
વધાસણ : ઠાકોર પ્રકાશજી ચેનાજી, ઠાકોર પ્રકાશજી સમરાજી, ઠાકોર ભરતજી ગણેશજી ઠાકોર નવાજી ચેનાજી ઠાકોર તેજાજી અનુપજી રહે. તમામ વધાસણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.