શંખેશ્વર તાલુકાના રતનપુરા ગામે ખેડૂતના બંધ મકાનમાંથી તસ્કરો રૂ.18,000 અને દરદાગીના મળી રૂ.43,000 મત્તાની ચોરી કરી જતાં ખેડૂતે શંખેશ્વર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
રતનપુરા ગામે રહેતાં ઉકાજી ઉર્ફે કુકાજી મેરાજી ઠાકોર શંખેશ્વરમાં જમીન ભાગેથી રાખીને એરંડામાં મજૂરી કામ કરે છે. તેમનો પરિવાર હાલ ધ્રાંગધ્રા મજૂરી કરે છે. ઉકાજી મંગળવાર સાંજે ચારેક વાગ્યે ઘરના દરવાજાને તાળું મારીને ખેતર ગયા હતા.ત્યારે રાત્રે બંધ મકાનનો લાભ લઇને તસ્કરોએ ચોરી કરી ગયા હતા.
ખેડૂતે કોલસાની ભઠ્ઠી પાડી કોલસા વેચી, ગવાર વેચી અને મજુરીકામ કરી ભેગા કરેલા રૂ.18000 અને સોનાનું કડું રૂ.12,000, ચાંદીની જુની ઝંઝારી રૂ.3000, ચાંદીનો જુનો કંદોરો રૂ.10000નો મળી કુલ રૂ.43000ના મુદ્દામાલની ચોરી થઇ હોવાની ખેડૂતે શંખેશ્વર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.