ફરિયાદ:રાધનપુરના વેપારીનો 4.28 લાખનો કોલસો ભૂતાન પહોંચે તે પહેલાં ગાયબ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલસો અને ટ્રેઈલર ભાડુ મળી રૂ. 6.23 લાખ લઈ બે શખ્સો ફરાર થયા

રાધનપુરના વેપારીનો કોલસો ભૂતાન પહોંચાડવાને બદલે કોલસો અને ટ્રેઈલરનું ભાડું લઈ બે શખ્સો ફરાર થઈ ગયા હતા. આ અંગે વેપારીએ રાધનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાધનપુરના રમેશચંદ્ર મૂળજીભાઈ ઠક્કર તેઓનું ચારકોલ (કોલસા) વ્યવસાય કરતા હતા. તેમના દીકરા ઓજસને બબલુભાઇએ વિશ્વાસમાં લઇ ટ્રેઈલર નંબર RJ 32 GA 3694માં ચારકોલ (કોલસા)ની બોરી નંગ. 750, વજન. 34580 ટન (કિંમત રૂ. 428792)નો માલ રાધનપુરથી ચાવલા ઈન્ટરનેશનલ જોગીધોપાજય ર્ગાવ (ભુતાન) ખાતે મોકલવા સારૂ લઇ જઇ તેમજ ટ્રેઈલરનું ભાડુ રૂ. 195000 લઇ રમેશચંદ્ર મૂળજીભાઈ ઠક્કરનો માલ ચાવલા ઈન્ટરનેશનલ જોગીધોપા જયર્ગાવ (ભુતાન) લઈ જવા તારીખ 29/07/2021 ના રોજ નીકળ્યા હતા પણ ત્યાં પહોંચ્યા ન હતા.

આ અંગે વેપારી રાધનપુર પોલીસ મથકે બબલુભાઇ તેમજ ભાયારામ સામે કુલ રૂ.623792ની છેતરપિંડી તેમજ વિશ્વાસધાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ પી.એસ.આઇ પી.એમ. કાળમા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...