તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:પાટણ યુનિવર્સિટીનાં ખેડબ્રહ્માવડાલી કેમ્પસને હરિયાળું બનાવવા 400 વૃક્ષોનું વાવેતર કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલપતિ અને ઈસી સભ્યોની ઉપસ્થિતિમાં વૃક્ષા રોપણ કરાયું

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા યુનિવર્સિટી સંલગ્ન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા વિસ્તારમાં નિર્માણ કરવામાં આવી રહેલ નવીન ખેડબ્રહ્મા - વડાલી કેમ્પસને વૃક્ષોથી હરિયાળું બનાવવાનાં ભાગરૂપે કુલપતિ પ્રો.જે.જે. વોરા , કારોબારી સભ્ય હરેશ ચૌધરી , ડો અશોક શ્રોફ , પ્રિન્સીપાલ નરેશભાઈ , તખતસિંહ , અરવિંદ ભાઈ , વિવિધ કોલેજોના આચાર્યો , વડાલી નગરપાલિકાના સભ્યો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ પ્રકારના 400 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ખેડબ્રહ્મા કેમ્પસમાં બની રહેલ ટુડન્ટ ફેસિલિટી સેન્ટરના બિલ્ડીંગમાં ઉપર એક માળ નવો બનાવવા મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત અહીં એમએસસી આઇટી અને કેમેસ્ટ્રીનો નવો અભ્યાસક્રમ ચાલુ સત્રથી શરૂ કરવા સક્રિય વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કુલપતિ ડો . વોરા , રજિસ્ટ્રાર ઘર્મેન્દ્ર પટેલ જગદીશ પ્રજાપતિ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના એજીનીયર વિપુલ ભાઈ સાંડેસરા દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવાઈ હતી. વૃક્ષારોપણ કાર્યક્રમમાં પિંપળો , લીમડો , કણઝી , કાયઝેરીયા , કચ્છનાર , સિસમ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...