પાટણમાં નેત્રમ દ્વારા ઇ-ચલન મેમાનો સમયસર દંડ ન ભરતા વાહન માલિકો સામે કડક પગલાં લઈ પોલીસ એન.સી.દાખલ કરી કોર્ટ કાર્યવાહી 12 ગુના દાખલ કર્યા હતા તે પગલે પાટણ એસપી કચેરી ખાતે વહેલી સવારથી જ ઇ-મેમો ન ભરનાર લાંબી લાઈન લાગી હતી. બુધવાર સવારથી સાંજના આઠ વાગ્યા સુધી 400 વાહન ચાલકો જુદા જુદા પ્રકારના દંડમાં રૂ.1,2 લાખ રકમ ભરાઈ હતી.
તેવુ પાટણ નેત્રમ શાખાના પીએસઆઇ આર. આર. ઝરૂએ જણાવ્યું હતું કે અત્યાર સુધી રોજના 50થી 100 વાહન ચાલકો આવતા હતા પણ પોલીસે ખડકાઈ દર્શાવી જિલ્લાના પોલીસ મથકો સાથે ગુના દાખલ કરતા વાહન ચાલકો દંડ ભરવાનો બુધવારે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અત્યાર સુધીમાં સૌથી મોટી રકમ એક દિવસમાં વસુલાત થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.