નોટિસો આપ્યા બાદ તપાસ:પાટણના 7 વેપારીઓની દુકાનોમાંથી 40 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા દ્વારા વેપારીઓને નોટિસો આપ્યા બાદ તપાસ શરૂ કરાઈ

સરકાર દ્વારા ઓછા માઇક્રોનના પ્લાસ્ટિક અને તેની બનાવટોનો ઉપયોગ ઉપર પ્રતિબંધ લાગુ કરાતા નગરપાલિકા દ્વારા નોટિસો આપ્યા બાદ તપાસ કરતાં મંગળવારે 7 દુકાનોમાંથી 40 કિલો પ્લાસ્ટિક અને તેની બનાવટો કબજે કરી દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

સરકાર દ્વારા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતા પાટણ નગરપાલિકા દ્વારા શહેરના તમામ પ્લાસ્ટિક વેચાણ કરતા વેપારીઓને નોટિસો આપી હતી ત્યારબાદ મંગળવારે અલગ અલગ ટીમો બનાવીને શહેરના જૂનાગંજ બજાર, વેરાઈ ચકલા, હિંગળાચાચર તેમજ અન્ય વિસ્તારોમાં 13 દુકાનોમાં તપાસ કરી હતી.

જે પૈકી 7 દુકાનો માંથી પ્લાસ્ટિકના ઝબલા, થરમોકોલ ડીસ, પ્લાસ્ટિક કપ, પ્લાસ્ટિક થેલી તેમજ સ્ટ્રો ચમચી વગેરેનું મુદ્દામાલ મળી આવ્યો હતો. કુલ મળી 40 કિલો જથ્થો પકડી પાડ્યો હતો અને તમામ 7 દુકાનદારોને રૂ.1000 પ્રમાણે દંડ કર્યો હતો તેમ સ્વચ્છતા શાખાના સેનેટરી ઇન્સ્પેક્ટર જયેશભાઈ પંડ્યા એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...