• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 40 Colleges Affiliated To Hemchandracharya University Did Not Submit Internal Marks Of Students In The University, Results Of 15 Thousand Students Stopped

બેદરકારી:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન 40 કોલેજોએ યુનિ.માં વિદ્યાર્થીઓના ઇન્ટરનલ માર્કસ જમા ન કરાવ્યાં, 15 હજાર છાત્રોના પરિણામો અટકી પડ્યાં

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીના કારણે વર્ષ 2020માં વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવ્યું હતું
  • 3 દિવસમાં પરિણામ જમા નહીં કરવામાં આવે તો શિક્ષાત્મક પગલાં ભરવાની કુલપતિએ આપી સુચના

પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન 40 કોલેજો દ્વારા સમયસર વિદ્યાર્થીઓના ઇન્ટરનલ માર્કસ યુનિ.માં મોકલવામાં આવ્યાં ન હતા. જેથી 15 હજારથી વધુ છાત્રોના પરિણામો અટકી પડ્યા છે. ઈન્ટરનલ માર્કસ મોકલવામાં ન આવતા વર્ષ 2020ના સ્નાતક સેમ. 2 અને 4 ના પરીણામો જાહેર કરવામાં આવ્યાં નથી.

સ્નાતક સેમ. 2 અને 4ના વિદ્યાર્થીઓનું પરિણામ અટક્યુંહેમ.ઉ.ગુ. યુનિ. દ્વારા કોરોનાની મહામારીને લઇ સરકારના શિક્ષણ વિભાગની સુચનાથી વર્ષ 2020ના સ્નાતક સેમ. 2 અને 4ના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઇને મેરીટ બેઝ પ્રોગ્રેશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ માટે યુનિ. દ્વારા તેની સંલગ્ન સ્નાતક કોલેજોને વિદ્યાર્થીઓના ઇન્ટરનલ માર્કસ યુનિ.માં જમા કરાવવા સુચના આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓના ઇન્ટરનલ માર્કસના આધારે જ તેમને મેરીટ બેઝ પ્રોગ્રેશન આપવાનું હતું.

પાંચ મહીના થયા હોવા છતાં ઇન્ટરનલ માર્કસ જમા ન કરાવ્યાંયુનિ. સંલગ્ન મોટાભાગની સ્નાતક કોલેજો દ્વારા વિદ્યાર્થીઓના ઇન્ટરનલ માર્કસ યુનિ.માં જમા કરાવી દીધા છે. પરંતુ આર્ટ્સની 19 કોલેજો, સાયન્સની 5 અને કોમર્સની 16 કોલેજો મળી કુલ 40 જેટલી કોલેજોએ પાંચ મહીના થયા હોવા છતાં વિદ્યાર્થીઓના ઇન્ટરનલ માર્કસ યુનિ.માં જમા કરાવ્યાં નથી. આ 40 કોલેજોના કારણે 10 થી 15 હજાર વિદ્યાર્થીઓના વર્ષ 2020ના સ્નાતક સેમ . 2 અને 4ના મેરીટ બેઝ પ્રોગ્રેશનના પરીણામો અટકી ગયા છે.

કોલેજોને અવાર-નવાર જાણ કરવામાં આવી હતીઆ બાબતે યુનિ.ના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતુ કે, જે કોલેજોએ વિદ્યાર્થીઓના ઇન્ટરનલ માર્કસ યુનિ.માં જમા કરાવ્યાં નથી, તે કોલેજોને અવાર-નવાર ઇન્ટરનલ માર્ક્સ યુનિ.માં મોકલી આપવા જાણ કરાઇ છે. પરંતુ કોલેજો માર્કસ મોકલી ન આપતા મેરીટ બેઝ પ્રોગ્રેશનના પરીણામો પાંચ મહીનાથી જાહેર થઈ શકતા નથી.

3 દિવસમાં પરિણામ જમા કરવા સૂચના અપાઈઆ બાબતે કુલપતિ જે.જે વોરાએ જણાવ્યું હતું કે, દરેક કોલેજને 3 દિવસમાં પરિણામ જમા કરવા સૂચના આપી છે. જે નહીં કરાવે તે કોલેજ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...