પાટણ શહેરમાં નગરપાલિકા દ્વારા વેક્સિનેશન ના કરાવેલ હોય તેવા લોકો શોધી રસીકરણ કરાવવા માટે અલગ અલગ 4 ટિમો બનાવી હાઇવે બજાર સહિત રહેણાંક વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. પાટણ શહેરમાં સતત સંક્રમણ વધતા લોકોની સુરક્ષા અને સલામતી માટે લોકો શહેરમાં 100 ટકા શહેરીજનો વેક્સિન લઈ સુરક્ષિત બને માટે શહેરમાં વેક્સિન વગરના બાકી રહેલા લોકોનું ઝડપથી રસીકરણ થાય માટે પ્રાંત અધિકારી દ્વારા નગરપાલિકાને કડક સૂચના આપવામાં આવતા બુધવારે નગર પાલિકા દ્વારા વિવિધ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી હાઈવે વિસ્તાર તેમજ રહેણાંક વિસ્તારોમાં ફરીને ચકાસણી શરૂ કરી હતી.
જેમાં એક ટીમ દ્વારા દુકાનોમાં વેપારીઓની ચકાસણી કરી હતી. જેમાં 90 ટકા વેપારીઓએ રસી લીધેલી હોય તેવું જોવા મળ્યું હતું. બાકી રહેલા વેપારીઓને તાત્કાલિક રસી લેવા માટે સૂચના આપવામાં આવી હતી. અન્ય ટિમો દ્વારા શહેરના રહેણાંક વિસ્તારમાં ફરી લોકોને રસીકરણ કરાયા અંગે પૂછપરછ કરી ચકાસણી શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.