કાર્યવાહી:દિવાળી કરવા અડિયાના યુવાનને લૂંટ્યાનું 4 શખ્સોએ કબુલ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંગડિયા કર્મીને લૂંટનારા શખ્સોની કબૂલાત કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી

પાટણ કુણઘેર હાઇવે માર્ગ પર બે દિવસ અગાઉ આંગડીયા પેઢીના કર્મચારીને રીક્ષાચાલક સહિત સાગરીતોએ છરીની અણીએ રોકડ રકમની લૂંટ ચલાવવાના પ્રકરણમાં ઝડપાયેલા શખ્સોએ શખ્સોએ દિવાળી કરવા માટે લંટ કર્યાનું કબૂલ્યું છે. પોલીસે લૂંટમાં લેવાયેલ રિક્ષા સહિત કબજે લીધાં હતાં.

હારિજ તાલુકાના અડીયા ગામના અને પાલીતાણાની આંગડીયા પેઢીમાં ફરજ બજાવતા જયેશ લાલાભાઇ પટેલ દિવાળી કરવા 1 નવેમ્બરે પાલીતાણાથી અડીયા આવવા નીકળ્યા હતા. જ્યાં રાત્રે પાટણથી અડિયા જવા રીક્ષા કરી હતી.

કુણઘેર રોડ નજીક પહોંચતા રીક્ષા ચાલક સહિત ચારે શખ્શોએ જયેશ પટેલને છરી બતાવી રોકડ રૂ. ચાર હજાર તેમજ મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થતાં આ અંગે નોંધાયેલી ફરિયાદ આધારે પોલીસે બળદેવસિંહ ઉર્ફે અશોક ચેનસીગ રાજપુત, ઉદયસિંગ ચેનસીગ રાજપુત, વિજયસિંહ ભૂપતસિંહ ઠાકોર અને અજય ગંગારામ ભાઈ રાવળ તમામ રહે પાટણને ઝડપી તેની પુછપરછ કરતાં દિવાળી કરતા લૂંટ કર્યાની કબૂલાત કરી છે. પોલીસે લૂંટમાં લેવાયેલ રિક્ષા સહિત કબજે લીધાં હતાં.

અન્ય સમાચારો પણ છે...