તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસનો કંકાસ:NSUI જિલ્લા પ્રમુખ સહિત 4 હોદ્દેદારો અને 20 કાર્યકરો ભાજપમાં જોડાયા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂથવાદથી કંટાળી વિદ્યાર્થી નેતાઓએ કેસરીયો ધારણ કર્યો
  • કોંગ્રેસના હોદ્દેદારોએ ચંદનસિંહ રાજપૂતના માથે દોષ ઢોળ્યો, ભાજપે સ્વાગત કર્યું

એનએસયુઆઇ પાટણ જિલ્લા પ્રમુખ સહીત 4 હોદેદારો અને 20 કાર્યકરો સ્થાનિક કોંગ્રેસના જુથવાદથી કંટાળી ગયાના આક્ષેપો સાથે ભાજપમાં જોડાઈ જતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. પાટણ જિલ્લામાં છાત્ર સંગઠન એન.એસ.યુ.આઇના પ્રમુખ જયેન્દ્રસિંહ રાજપુત, જિલ્લા ઉપપ્રમુખ સંજયસિંહ રાજપુત, યુનિવર્સિટી કેમ્પસ પ્રમુખ રવિન્દ્રસિંહ ઠાકોર, કેમ્પસ મહામંત્રી અજય રબારી સહીત 20 કાર્યકરો બુધવારે શહેરમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, જિલ્લા પ્રમુખ સહિતના ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા હોદેદારોએ ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતુ.

વર્ષોથી છાત્રોના સંગઠનમાં રહી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલ હોઈ ચૂંટણી સમયે જ ભાજપમાં સ્થાનિક કોંગ્રેસ સામે ગંભીર આરોપ કરી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. જયેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું કે કોંગ્રેસમાં ખુબ જ જૂથવાદ છે.લડતના અંતે કંટાળી ભાજપમાં જોડાયા છીએ.

આ પૂર્વ આયોજીત કાવતરૂ છે. : શંકરજી
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર જણાવ્યું હતું કે બળવંતસિંહ રાજપૂત ભાજપમાં ગયા ત્યારથી તેમના વતન ચારૂપના આગેવાનો ભાજપના સંપર્કમાં હતા. અને બે મહિના પહેલા જયેન્દ્રસિંહ રાજપૂતના પિતા મહિપતસિંહ પણ ભાજપમાં સામેલ થયા હતા અને આ પૂર્વ આયોજિત પગલું કોંગ્રેસને ફેર પડશે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો