ધરપકડ:અડીયાના યુવકને મારમારી લૂંટ કરનાર રિક્ષાચાલક સાથે 4 ઝબ્બે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાલીતાણા આંગડિયા પેઢીમાં નોકરી કરતો યુવક પાટણથી રાત્રે રિક્ષા ભાડે કરી વતન જતાં કુણઘેર પાસે લૂંટ ચલાવી

હારિજ તાલુકાના અડિયા ગામનો યુવક અડધી રાત્રે પાટણથી રિક્ષામાં પોતાના ઘરે આવી રહ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ કુણઘેર પાસે રીક્ષા રોકી મારપીટ કરી રૂ.4000 રોકડ સાથેનું પાકીટ અને મોબાઈલની લૂંટ કરી નાસી ગયા હતા. આ ઘટનામાં પોલીસે રીક્ષા ચાલક સહિત પાટણના ચાર શખ્સોને પકડી લઈ પૂછપરછ શરૂ કરી હતી. અડીયા ગામનો જયેશ લાલજીભાઈ પટેલ પાલીતાણા ખાતે આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. દિવાળીમાં વતન આવવા માટે પાલીતાણાથી બસમાં મોડી રાત્રે પાટણ આવ્યો હતો. તેણે પાટણથી ભાડેથી રીક્ષા કરી અડીયા આવી રહ્યો હતો.

ત્યારે તેને સુદામા ચોકડી નજીક પહોંચી કોઈની સાથે ફોન પર વાત કરી હતી કે અડિયા પેસેન્જર મુકવા માટે જવું છું સુદામા ચોકડી પહોંચ્યો છું. બાદમાં ફોન મુકી દીધો હતો. કુણઘેર પાસે રિક્ષા પહોંચતા બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ રિક્ષા ઊભી રખાવી જયેશ પટેલને રિક્ષામાંથી ખેંચી લીધો હતો અને તેને મારપીટ કરી રૂ.4000 રોકડ સાથેનું પાકીટ અને મોબાઈલની લૂંટ કરી ત્રણેય શખ્શો નાસી ગયા હતા. સાથે રિક્ષાચાલક પણ નાસી ગયો હતો.

બાદમાં જયેશ પટેલ ટેન્કરમાં બેસી ઘરે પહોંચ્યો હતો.સવારે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.આ અંગે પાટણ તાલુકા ઈન્ચાર્જ પી.આઈ કે.બી દેસાઈએ જણાવ્યું ભાડેથી રિક્ષા લઈને જનાર રિક્ષા ચાલકે જ ત્રણેય શખ્સોને બોલાવીને લૂંટ ચલાવી શખ્શો પાટણ નવજીવન ચોકડી પાછળ થઈ જતા ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...