તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સિદ્ધપુરમાં નદીના પુલ પરથી દારૂ ભરેલી ઈકો સાથે 4 ઝબ્બે

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.2,86,300નો મુદ્દામાલ જપ્ત,6 સામે ગુનો

સિદ્ધપુર સરસ્વતી નદીના પુલ નજીકથી રવિવારે રાત્રે પોલીસે ઇકોમાં વિદેશી દારૂના જથ્થો સાથે 4 શખ્સોને ઝડપ્યા હતા. જેઓની પૂછપરછમાં બીજા બે શખ્સોના નામ ખુલ્યા હતા.સિદ્ધપુર પોલીસને રવિવારે રાત્રે બાતમીના આધારે વોચમાં હતા ત્યારે બાતમીવાળી ઈકો આવતાં પોલીસે તેને રોકી તપાસ કરતાં રૂ.55800ની દારૂની 168 બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂનો જથ્થો, 5 મોબાઈલ, ઇક્કો મળી કુલ મુદ્દામાલ રૂ.2,86,300 સાથે 4 શખ્સોની અટકાયત કરી હતી. તેઓના કોરોના ટેસ્ટ કર્યા બાદ પૂછપરછમાં વધુ બે શખ્સોના નામ ખુલ્યા હતા. આ અંગે જેતપુર પોલીસ મથકે છ શખ્સો સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. તેની તપાસ અધિકારી પી.આઈ સી.વી. ગોસાઇ હાથ ધરી હતી.

આ શખ્સો સામે ગુનો
ઝડપાયેલા :-સિંધી (ડફેર) મયુદ્દીન સુજાતભાઈ, સિંધી (ડફેર) અઝરુદ્દીન રમજાનભાઈ બંન રહે.માનપુરા તા. વડગામ માણસીયા ઇસરાઈલ યાસીનભાઈ રહે.ભીલવાડ તા. સરસ્વતી, પટેલ નીલેશભાઈ મણીલાલ રહે.ઊંઝા
ફરાર :- આરોડીયા અહેમદ રહે. ભીલવણ તા. સરસ્વતી,લક્ઝરીનો ચાલક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો