ફરિયાદ:કોઇટામાં 4 જુગારી 580ની રોકડ સાથે ઝબ્બે, બે ફરાર

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાગડોદ પોલીસમાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો

કોઇટા ગામમાં જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા હતા જ્યારે બે ભાગી ગયા હતા.

સરસ્વતી તાલુકાના કોઇટા ગામે હાર જીતનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે વાગડોદ પોલીઓ શનિવારે રાત્રે રેડ કરી હતી. રેડ દરમ્યાન જુગાર રમતા 4 જુગારીઓ ઠાકોર દિનેશજી ચમનજી રહે.વાંણા, ઠાકોર મુકેશજી જુમાજી રહે.દેલવાડા, ઠાકોર નવઘણજી અજમલજી રહે. કોઇટા, પરમાર દશરથભાઇ નરસિંહભાઇ રહે. કોઇટાને રોકડ રૂ.580 સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ ઠાકોર અભેસંગજી લાડજીજી રહે.વાંણા અને ઠાકોર તારાબેન પુનાજી રહે.કોઇટા નાશી છૂટ્યા હતા. આ અંગે વાગડોદ પોલીસ મથકે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...