ગાયોમાં રસીકરણ શરૂ:પાટણ જિલ્લામાં 411 ગામોમાં સર્વે કરાતાં લમ્પીના 4 કેસ,કુલ આંક 90

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.76 લાખ ગાયોમાંથી ત્રણ દિવસમાં 7319 ગાયોને વેક્સિન અપાઈ

પાટણ જિલ્લામાં લમ્પી ચાર કેસ વધતા કુલ 90 કેસ થયા છે. ત્યારે વધતો રોગચાળો અટકાવવા માટે ગાયોમાં રસીકરણ શરૂ કર્યું છે. 1.76 લાખ ગાયોમાંથી ત્રણ દિવસમાં 7319 ગાયોને વેક્સિન આપવામાં આવી છે. લમ્પી વાયરસના કેસ મળતા પાટણ જિલ્લામાં પશુપાલન તંત્ર દ્વારા ગામે ગામ સર્વે શરૂ કર્યો છે જેમાં 411 ગામોમાં સર્વે થઈ ગયો છે. જેમાં સાંતલપુર, રાધનપુર, સમી અને સરસ્વતી તાલુકાના 16 ગામોની 90 ગાયો લમ્પી વાયરસથી સંક્રમિત બની છે.

રોગચાળો વધુ પ્રસરે નહીં તે માટે પશુપાલન તંત્ર દ્વારા ગાયોને રસી આપવામાં આવી રહી છે. જેમાં પશુપાલન વિભાગમાંથી અગાઉ વેક્સિનના 5,000 ડોઝ મળ્યા હતા. ત્યારબાદ શુક્રવારે સાંજે બીજા 5000 ડોઝ મળ્યા છે જેમાં 7319 ગાયોને રસી આપવામાં આવી છે. વધુ 40000 ડોઝની રાજ્ય કક્ષાએ માગણી કરવામાં આવી છે. જોકે 1.76 લાખ ગાયોની સામે હજુ માત્ર 7319 ગાયોનું જ રસીકરણ થયું છેે.

આ અંગે નાયબ પશુપાલન નિયામક વી.બી.પરમારે જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં શરૂઆતમાં જે ગામો લમ્પી વાયરસથી સંક્રમિત ગાયો મળી હતી તે ગામોમાંથી જ કેસ વધી રહ્યા છે. 411 ગામોમાં સર્વે થઈ ગયો છે. સંક્રમિત ગાયોની સારવાર ચાલી રહી છે. એકપણ ગાયનું મોત થયું નથી

આ ગામોમાં લમ્પી વાયરસના કેસ
દાત્રાણામાં 26, વૈાવામાં 4, ધોકાવાડામાં 4, અબિયાણામાં 2, સાંતલપુરમાં 19, મઢુત્રામાં 1, વારાહીમાં 4, દૈહીગામડામાં 1, કલ્યાણપુરામાં 2, જાખેલમાં 4, લાલપુરમાં 4, અરજણસરમાં 1, શબ્દલપુરામાં 11, એદલામાં 2, મોટી પીપળીમાં 1, નજુપુરામાં 4 કેસ

બનાસકાંઠામાં વધુ 9 પશુના મોત,317 કેસ
બનાસકાંઠા જિલ્લામાં લમ્પીના કેસમાં વધારો થતાં શનિવારે વધુ 199 ગામમાં 317 કેસ નોંધાયા હતા.જ્યારે વધુ 9 ગાયોના મોત નિપજ્યા હતા. અત્યાર સુધીમાં 42 ગાયો મોતને ભેટી છે.જ્યાં ધાનેરામાં 17, વાવ 39, સુઈગામ 26, થરાદ 35, ભાભર 10, લાખણી 18, દિયોદર 24 અને ડીસામાં 14 કેસ નોંધાતા બનાસકાંઠામાં કુલ 2251 કેસ નોંધાઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...