તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાં સંક્રમણ:3 બાળક સહિત પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 39 લોકો સંક્રમિત, કનેસરા મા ૮ વર્ષીય બાળકી અને 10 વર્ષીય બાળક તેમજ ધીણોજમાં 12 વર્ષીય કિશોરી કોરોના સંક્રમિત

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં રવિવારે વધુ 39 કેસ આવતા કોરોનાનો કુલ આંક 3612 પર પહોંચ્યો છે. જેમાં પાટણ શહેરમા 18 કેસ, ચાણસ્મા તાલુકામાં 5, સિદ્ધપુર તાલુકામાં 7, રાધનપુર તાલુકામાં 6, સમીમાં 2 અને સાંતલપુરમાં 1 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચાણસ્માના ધિણોજમાં 12 વર્ષીય બાળકી અને કનેસરા ગામે 10 વર્ષીય બાળક અને 8 વર્ષીય બાળકી કોરોના થયો છે.

પાટણ શહેરમાં કેસોનું પ્રમાણ ઘટતું નથી દરરોજ જુદા જુદા વિસ્તારોમાંથી કેશ મળી રહ્યા છે. રવિવારે રાજવંશી સોસાયટીમાં 2, હિંગળાચાચર ચોકમાં 2 કેસ, સાલવી વાડો, યસ બંગ્લોઝ, રાણકી વાવ રોડ પર સૃષ્ટિ વિલા, સાંડેસરાનો માઢ, ટાંકવાળો, કેસ, રાજ બંગ્લોઝ, નાણાવટી ડેલું,રાજકમલ સોસાયટી, ઊંચો માઢ, ગુરૂકૃપા સોસાયટી, વનાગવાડો, તિરૂપતિ સોસાયટી ખેતરવસી, શ્રી રામ શેરી ટેબાવાસ 1-1 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 18 કેસ મળી આવ્યા હતા.

ત્યારે તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા માટે પગલા લેવાય તેવી માંગ ઉઠી છે. જિલ્લામાં કોરોના ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 977 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 1017 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે 252 સેમ્પલનો રિપોર્ટ પેન્ટિંગ રહ્યો હતો 37 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે જ્યારે 335 દર્દીઓ હોમ આઇશોલેશન મા સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...