સામાન્ય સભા:પાટણ નગરપાલિકાની જનરલ બોર્ડમાં 38 કામો મંજૂર કરવામા આવ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 કામોમાં વિપક્ષે વિરોધ કરતા બહુમતીના જોરે મંજૂર કરાયા

પાટણ નગરપાલિકા ખાતે દિવાળી પૂર્વેની આખરી મળેલી સામાન્ય સભાની બેઠકમાં એજન્ડાના કુલ 38 કામો માંથી કેટલાક કામો માં વિપક્ષ દ્વારા પોતાનો વાંધો દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે બાકીના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

પાટણ નગરપાલિકા ખાતે સોમવારે મળેલી દિવાળી પહેલાની અંતિમ સામાન્ય સભા બેઠક પ્રમુખ સ્મિતાબેન પટેલની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં એજન્ડામાં કુલ 38 કામો હતા .જેમાંથી 9 કામો સામે વિપક્ષ દ્વારા લેખિતમાં વાંધો દર્શાવવામાં આવ્યો હતો .જ્યારે બાકીના કામો સર્વ સંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા.

વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ સભા નિયમ વિરુદ્ધ બોલાવવામાં આવી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે ગત તા.22ના રોજ પાટણ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાનેથી મુકવામાં આવેલ કામોનો શાસક પક્ષનાં જ કેટલાક સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી મુલત્વી રાખ્યા હતા. જેને લઇને શાસક પક્ષ મનમેળનો અભાવ ઉભો થતાં ભાજપના આગેવાનોએ તાત્કાલિક બેઠક બોલાવી પક્ષના સભ્યોને પ્રમુખના અધ્યક્ષસ્થાનેથી રજૂ કરવામાં આવેલા કામોને ટેકો જાહેર કરવાની કડક સુચના આપવામાં આવતાં સોમવારનાં રોજ પાલિકાના શાસકો દ્વારા નિયમ વિરુદ્ધ સામાન્ય સભા બોલાવી કેટલાક કામોને બહુમતીનાં જોરે મંજૂર કરવામાં આવ્યા હોય જે કામો સામે વિપક્ષના સભ્યો દ્વારા વાંધો નોંધાવ્યો હોવાનું અને ભાજપ શાસિત નગરપાલિકામાં ભષ્ટ્રાચાર નાં કામો બહુમતીના જોરે મંજુર કરાતાં હોવાનો આક્ષેપ પણ વિપક્ષના સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...