તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા લેવા માંગ:યુનિ.માં પીએચડી માટે ફોર્મ ભર્યાને 3 માસ થયા છતાં 3799 છાત્રોની પરીક્ષા ન લેવાઈ

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી આયોજન ન કરતા ઉમેદવારો પ્રવેશથી વંચિત રહેતા સત્વરે પરીક્ષા લેવા માંગ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પી.એચ.ડી અભ્યાસક્રમમાં 25 વિષયોમાં 532 બેઠકો પર પ્રવેશ માટેની પ્રકિયા શરુ કરવામાં આવી છે. જેમાં ફોર્મ ભરવાની બે વાર મુદત લંબાવ્યા બાદ અંતિમ સુધીમાં કુલ 6057 ફોર્મ ભરાયા હતા. જે પૈકી 3799 ફોર્મ માન્ય રહ્યા છે. ફોર્મની ચકાસણી પૂર્ણ થયે 3 માસ પૂર્ણ થયા હોય પરીક્ષા અંગે યુનિવર્સિટી આયોજન ન કરતા ઉમેદવારો પર્વેશથી વંચિત રહેતા સત્વરે પરીક્ષા લેવા માંગ ઉઠી છે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા વિવિધ 25 વિષયોમાં કુલ 532 જગ્યાઓ માટે કોરોનાને લઇ ઓનલાઇન એડમિશન પ્રકિયા શરુ કરવામાં આવી હતી. જેમાં મુદત પૂર્ણ થયા બાદ પણ સંખ્યા ફોર્મ ભરવામાં વંચિત રહી જતા નિયમોમાં ફેરફાર કરી ફરી બીજીવાર 15 માર્ચ સુધી મુદત લંબાવી ફોર્મ ભરવા માટે છાત્રોને છૂટ આપવામાં આવી હતી. 3 માસના સમયગાળામાં કુલ 6057 છાત્રોએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા. ફોર્મ સાથે ફી પણ જમા કરાવાની હતી. પરંતુ 30 ટકા જેટલા છાત્રોએ ફોર્મ ભર્યા બાદ ફી જમા કરાવી ન હતી. જેથી ફી ન ભરનાર 2268 છાત્રોના ફોર્મ અમાન્ય ગણવામાં આવ્યા હતા. કુલ ફોર્મ પૈકી 3799 ફોર્મ ફી સાથે ભરાતા તે માન્ય રાખવામાં આવ્યા હતા.

ભરાયેલ ફોર્મ પૈકી ભાષાના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત વિષયોમાં બેઠકો કરતા વધુ ફોર્મ ભરાયા હતા. સાયન્સ અને કોમર્સ વિષયમાં બેઠક સામે સામાન્ય વધુ ફોર્મ ભરાયા છે.

ઓગસ્ટના અંતમાં પરીક્ષા યોજાઈ શકે છે
કુલપતિ જે જે વોરાએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે પરીક્ષામાં વિલંબ થયો છે પરંતુ હાલમાં પરીક્ષાની કામગીરી માટે નવીન એજન્સીની નિમણૂંક માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એજન્સીની નિમણૂંક બાદ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પરીક્ષા કો-ઓર્ડીનેટર લલીતભાઈ પટેલે જણાવ્યું હતું કે ફોર્મની ચકાસણી પૂર્ણ થઈ છે એજન્સીની નિમણૂંક થયા બાદ અંદાજે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પી.એચ.ડી પરીક્ષાનું આયોજન થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...