કાર્યવાહી:પાટણ જિલ્લામાં ચાર સ્થળેથી 37 જુગારી રૂ. 20,430 સાથે ઝડપાયા

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક ફરાર: જુગાર અટકાયતી અધિનિયમ મુજબ 38 સામે ગુનો નોંધાયો

પાટણ જિલ્લામાં દાંતરવાડા, હરીપુરા દૈગામડા અને પાટણ શહેરમાં દામાજીરાવ બગીચામાં જુગાર રમતા 37 શકુનિઓને રૂ. 20430 સાથે ઝડપી પાડ્યા હતા. દાંતરવાડા ગામે રેડ એક શકુની ફરાર થઇ ગયો હતો. તમામ 38ની સામે પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો.પાટણ શહેરમાં દામાજીરાવ બગીચામાં રવિવારે જુગાર રમતા ચાર શકુનિઓ ને રોકડ રૂ.5410 અને એક મોબાઇલ સાથે ઝડપી પાડ્યા હતા. સમી તાલુકાના હરીપુરા ગામે રવિવારે બપોરે જુગાર રમતા 7 શકુનિઓને રોકડ રૂપિયા 5450 સાથે ઝડપી પાડ્યા હતા.

હારીજ તાલુકાના દાંતરવાડા ગામે રવિવારે બપોરે જુગાર રમતા ચાર શકુનિઓ રૂ. 1820 સાથે ઝડપી પાડ્યા હતા તે રેડ દરમિયાન ભોપાજી તલાજી ઠાકોર નાશી છૂટ્યો હતો. સાતલપુર તાલુકાના દૈગામડા ગામે દશામાના મંદિરની આગળ ખુલ્લી જગ્યામાં રવિવારે બપોરે હાર જીતનો જુગાર રમતા 22 શકુનિઓ ને રૂ. 7750 સાથે ઝડપી પાડયા હતા.

ઝડપાયેલા 37 શખ્સોના નામ
પાટણ : ઠાકોર સંજયસિંહ અજીતસિંહ, દરબાર વિશાલ કિર્તીસિંહ, ઠાકોર સુરજ ભરતજી, લોધા ગીરીશભાઈ રતિલાલ

હરીપુરા : ઠાકોર રાજાભાઈ મનજીભાઈ, ઠાકોર રામજીભાઈ નથુભાઈ, ઠાકોર હરેશભાઈ શીવાભાઈ, ઠાકોર ભલાભાઇ રાયધનભાઈ, ઠાકોર અમૃતભાઈ રાયધન ભાઈ, ઠાકોર ઘનશ્યામભાઈ રાયધનભાઈ, ઠાકોર દિનેશભાઈ પ્રભુભાઈ

દાંતરવાડા ગામે : ઠાકોર શૈલેષજી બાબાજી, ઠાકોર ગોપાલજી કાંતિજી, ઠાકોર વિષ્ણુજી સંગ્રામજી, ઠાકોર નરેશજી જયંતીજી અને ઠાકોર ભોપાજી તલાજી (ફરાર)

દૈગામડા : સુલતાનભાઇ નાથાભાઇ ઠાકોર, શંકરભાઇ જીવાભાઇ ગોહીલ, હરજીભાઇ નરસંગભાઇ ઠાકોર, હરજીભાઇ નેમાભાઇ ઠાકોર, રાજાભાઇ વલમાભાઇ ઠાકોર, ભુપતભાઇ તળશીભાઇ ઠાકોર, માદેવભાઇ વિરજીભાઇ ઠાકોર, માધાભાઇ વશરામભાઇ ઠાકોર, વિનોદભાઇ પચાણભાઇ ગોહીલ, વિષ્ણુભાઇ નરસંગભાઇ ઠાકોર, લક્ષ્મણભાઇ ભુદરભાઇ ઠાકોર, દીનેશભાઇ કરશનભાઇ ઠાકોર , બળદેવગીરી મોહનગીરી ગોસ્વામી, લગધીરભાઇ મલુભાઇ ઠાકોર, મહેશભાઇ વેરશીભાઇ ગોહીલ, સાગરભાઇ જીવાભાઇ ગોહીલ, સાગરદાસ જયંતીદાસ સાધુ, નાનજીભાઇ શકતાભાઇ ઠાકોર, અમરતભાઇ તળશીભાઇ ઠાકોર, રણશોળભાઇ ધારશીભાઇ ઠાકોર, અમરતભાઇ નરસંગભાઇ ઠાકોર અને અમરતભાઇ જીવાભાઇ ગોહીલ

અન્ય સમાચારો પણ છે...