પાટણ કોરોના LIVE:પાટણ જિલ્લામાં આજે કોરોના નવા 68 કેસ નોંધાયા, દુકાનો બહાર કુંડાળા દોરવાની પાલિકાએ વેપારીઓને સૂચના આપી

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેપારીઓએ પોતાની દુકાન અને લારીઓ પાસે ગોળ અને ચોરસ કુંડાળા દોરવાનું શરૂ કર્યું
  • જિલ્લામાં હાલ 115 એક્ટિવ કેસ, ગઈકાલે 2 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે ગુરુવાર ના રોજ સૌથી વધુ 68 કેસો પ્રકાશમાં આવતાં લોકો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.તો સિધ્ધપુર તાલુકાનાં લાલપુર ગામની 8 વર્ષ ની માસુમ પણ કોરોના સંકમિત બની હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લા માં ગુરુવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસ ની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં 27 તાલુકામાં 8, સિદ્ધપુર શહેરમાં 4 તાલુકામાં 11,ચાણસ્મા શહેરમાં 6 અને તાલુકામાં 6, હારીજ શહેરમાં 2 અને તાલુકામાં 2, સરસ્વતી તાલુકા 2 કેસ મળી જિલ્લામાં કુલ 68 કેસ નોંધાયા છે.

પાટણ જિલ્લા માં અત્યાર સુધીમાં કોરોના ની ત્રીજી લહેર મા તા 1 જાન્યુઆરી થી અત્યાર સુધીમાં કુલ 175 પોઝિટિવ કેસો નોંધાયા છે.જેમાથી 3 દદીઓ ને રજા આપવામાં આવી છે જ્યારે 112 હોમ આઈશોલેશન છે તો 1919 કોરોના નાં ટેસ્ટ પેન્ડીગ હોવાનું તેમજ કોરોના ની ત્રીજી લહેર મા હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું..

આજે નોંધાયેલા કેસ
આજે નોંધાયેલા કેસ

​​સિદ્ધપુર સિવિલ જનરલ હોસ્પીટલ ખાતે સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ભલામણ વાળી જીલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટ તેમજ ધારાસભ્યની ધારાફંડ ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી. જેનું GIDC ચેરમેન બળવંતસિંહ રાજપૂત સાથે ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.

આજે નોંધાયેલા કેસ
આજે નોંધાયેલા કેસ

ફંડમાંથી રૂપિયા 80 લાખના ખર્ચે 1000 એલપીએમ ક્ષમતાનો ટ્રાયમેક કંપનીનો ઓક્સિજન પ્લાન્ટ, સરકાર તરફથી રૂપિયા 50 લાખના ખર્ચે 500+500 એલપીએમ ક્ષમતાના બોસ્કો ઇન્ડિયા કંપનીના ઓક્સિજન પ્લાન્ટ-2 તેમજ 1 કેએલ 3 પોટૉ ટેન્ક રૂપિયા 29 લાખના ખર્ચે ખરીદવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમ્યાન રાજપૂતે 25 લાખનું માતબર દાન સરકારી હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટ તેમજ અન્ય મેડીકલ સુવિધા માટે આપ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહીમભાઇ ચારોલિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હમિદ ભાઈ મોકનોજીયા, બિપીનભાઈ દવે તેમજ અન્ય સ્થાનિક આગેવાનો, જીલ્લા, તાલુકા પંચાયત ના સદસ્યો, નગરપાલીકા સદસ્યો તેમજ કોંગ્રેસ ના કાર્યકરો એ હાજરી આપી હતી. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ કોવિડ કેર કોલ સેન્ટરની મુલાકાત લઈ તેની કામગીરી નિહાળવા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તાજેતરમાં જ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 475 ગામના સરપંચો સાથે ટેલિકોન્ફરન્સ યોજી જરૂરી માર્ગદર્શન આપવા સાથે કોવિડ સંક્રમણને અટકાવવા આવશ્યક પગલા લેવા અપીલ કરી હતી.

કયા નંબર પર કરશો સંપર્ક?

  • પાટણ, સરસ્વતી, ચાણસ્મા - 02766-233303
  • સિદ્ધપુર - 02766-232240
  • સમી, હારીજ, શંખેશ્વર - 02766-220460
  • રાધનપુર, સાંતલપુર - 02766- 224830
  • તમામ તાલુકા - 1077

નાગરિકો મોબાઈલ પર પોતાનો કોરોના રિપોર્ટ મેળવી શકશે
કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ કોરોનાના ચોક્કસ નિદાન માટે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવતા હોય છે. જેનો રીપોર્ટ પોઝીટીવ છે કે નેગેટીવ એ તેઓ હવે સરળતાથી આઈ.સી.એમ.આર.ની લિંક પરથી પોતાના મોબાઈલ ફોન પર મેળવી શકશે. આ રીપોર્ટ મેળવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે.

જે પણ નાગરિકે પોતાનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવ્યો હોય એના 24 થી 48 કલાક બાદ તેમનો રિપોર્ટ પોઝીટીવ છે કે નેગેટીવ છે એ જાણવા માટે આઈ.સી.એમ.આર.ની લીંક https://report.icmr.org.in/ પર જઈ પોતાનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવાનો રહેશે. આ નંબર નાખતા જ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.

જે ઓટીપી દાખલ કરવાથી આર.ટી.પી.સી.આર. ટેસ્ટનો રીપોર્ટ જનરેટ થશે. જે રિપોર્ટ પરથી તેઓ કોરોના પોઝીટિવ છે કે નેગેટીવ એ જાણી શકશે અને રિપોર્ટને પોતાના મોબાઈલમાં સેવ કરીને રાખી શકશે.

આ રીતે ડાઉનલોડ કરેલ રિપોર્ટ તમામ સ્થળો પર માન્ય રહેશે. ઉપરાંત, તેઓએ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી જે પણ રિપોર્ટ આગાઉ કરાવ્યા હોય એ પણ અહી જોઈ શકશે. આમ, નાગરિકો પોતાનો આર.ટી.પી.સી.આર. રીપોર્ટ સરળતાથી કોઈપણ સ્થળે મેળવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...