લોકોને રાહત:રાધનપુર, સાંતલપુર અને કચ્છની નર્મદા કેનાલમાં 350 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 31મી માર્ચથી કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા પાણી માટે દેકારો શરૂ થયો હતો
  • કેનાલમાં ફરી પાણી ચાલુ કરવામાં આવતા સરહદી પ્રજાને રાહત

રાધનપુર, સાંતલપુર અને કચ્છની નર્મદા કેનાલમાં સરકાર દ્વારા 350 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને લઈ લોકએ રાહત અનુભવી છે. ગત 31મી માર્ચથી સરકાર દ્વારા કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું હતું. જેને પગલે બનાસકાંઠા, પાટણ સહિત કચ્છમાં પાણી માટે દેકારો શરૂ થયો હતો. જે પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા બનાસકાંઠામાં નર્મદા કેનાલ 10 દિવસ માટે ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, પાટણના સાંતલપુર-રાધનપુરની કચ્છમાં કેનાલ ચાલુ કરવામાં આવી ન હતી. પરંતું હાલ આ વિસ્તારની કેનાલમાં પણ સરકારે 350 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

સરકાર દ્વારા બનાસકાંઠામાં નર્મદા કેનાલ 10 દિવસ માટે ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ હાલ સરહદી વિસ્તાર સાંતલપુરમાં પાણીની પરિસ્થિતિ કપરી હોવાનું ઉજાગર થતાં સરકાર દ્વારા તાબડતોબ નર્મદા કેનાલમાં સાંતલપુર-રાધનપુર સહિત કચ્છ માટે 350 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સાંતલપુર વિસ્તારમાં પીવાના પાણી સહિતની વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. ત્યારે નર્મદા કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવતા સરહદી પ્રજાને રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...