આયોજન:મેગા લીગલ સર્વિસીસ કેમ્પમાં 33 પ્રકારના કામો એક સ્થળ પર કરાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણની આદર્શ હાઇસ્કૂલમાં 24 ઓક્ટોબરે મેગા કેમ્પ યોજાશે
  • જિલ્લા કાનૂની સેવા સતા મંડળ અને જિલ્લા ન્યાયલય દ્વારા આયોજન

પાટણ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા ન્યાયાલય દ્વારા અરજદારોને અલગ અલગ કચેરીઓમાં ધક્કા ખાવાના બદલે વિવિધ યોજનાની કામગીરી તેમજ જરૂરી કામો એક જ સ્થળ પર થાય માટે મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આગામી 25 ઓક્ટોબરના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

પાટણ આદર્શ હાઇસ્કૂલ ખાતે આગામી 25 ઓક્ટોબરના રોજ સોમવારે મેગા લીગલ સર્વિસીસ કેમ્પ યોજાશે. જેમાં મફત કાનૂની સેવા, માં આયુષ્યમાન કાર્ડ, રસીકરણ, ડાયાબિટીસ અને બીપી નિદાન, દિવ્યાંગ પ્રમાણપત્ર, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, નામ કમી કરવું, નામ સુધારો, જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, નાગરિકતા પ્રમાણપત્ર, ક્રિમિલિયર સર્ટી, રાષ્ટ્રીયની વિવિધ સહાય યોજના સહિતની સિનિયર સિટીઝન તેમજ વિકલાંગ બસ પાસ અને વિવિધ ઓર્ગેનિક ફાર્મિગ યોજના અને ખેડુત લગતી માર્ગદર્શન જેવી તમામ બાબતો સાંકળી લઇ એક જ સ્થળ ઉપરથી અરજદારોને તમામ પ્રકારની માહિતી મળી રહે તેમજ તેમના કામો થઇ શકે તે માટેનું આયોજન કરાયું છે.

મેગા કેમ્પમાં અરજદાર ઉપસ્થિત રહીને તેમના કામો કરાવી શકશે. સવારે 10 કલાકથી સાંજના 4:30 કલાક સુધી અલગ અલગ વિભાગ પાડીને અરજદારોના કામ કરાશે. પાટણની આદર્શ હાઈસ્કૂલમાં યોજાનાર આ મેઘા લીગલ સર્વિસ કેમ્પમાં સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહી અરજદારોનાં કામોનો નિકાલ કરશે.

અન્ય સમાચારો પણ છે...