તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિનાલય પરિસરમાં રસીકરણ કેમ્પ:શંખેશ્વર 108 જૈન તીર્થના 33 મુનિઓએ કોરોના રસી લીધી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિનાલય પરિસરમાં રસીકરણ કેમ્પ યોજાયો
  • મુનિઓએ ખોટી ભ્રમણામાંથી દુર રહેવા સંદેશ આપ્યો

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં આવેલા જૈન ધર્મના મહાતીર્થ એવા 108 જૈન તીર્થ ખાતે 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 33 જેટલા જૈનમુનીઓએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો છે. 108 જૈન તીર્થ દ્વારા રસીકરણ માટેની વ્યવસ્થા કરવા વહિવટી તંત્ર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. જેના પગલે તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા જિનાલય પરિસર ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એક તરફ અનેક લોકો રસીકરણ અંગે ભ્રામક માન્યતાઓ ધરાવે છે ત્યારે શંખેશ્વર જૈન તીર્થના જૈનમુનીશ્રીઓએ રસી લઈ સુરક્ષિત રસીકરણનો સંદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...